________________ 292 આમ મનને જિનભક્તિની ભાવના અપાય, વડિલ જનનાં વચનના આદરની ભાવના અપાય. એમ, આપણી વસ્તુ કેઈએ આઘી પાછી મૂકી દીધી, ત્યાં મનને એ ભાવના અપાય કે- “જીવ ધ્યાન રાખજે, બીજાના વાંકે તું આર્તધ્યાન ન કરીશ કે “હાય! મારી વસ્તુ ક્યાં ગઈ, કયાં ગઈ?...પિલે માણસ કેટલે ખરાબ!” એમ દ્વેષ ન કરીશ. બહારનું બધું કર્માનુસાર બને છે. ત્યાં લહેવાઈ નહિ જવાનું કે બીજાને દોષ નહિ દેવાને. પુણ્ય ઓછું હોય તે બધું અનુકૂળ ન બની આવે. માટે પુણ્ય વધારું.’ એમ કેઈએ આપણું કાંઈ નુકસાન કર્યું તે મનને આ ભાવના આપવાની કે “એ શું મારું બગાડે ? મારુ બગાડનાર મારું કર્મ છે. મારે હેપ કરે તે કર્મ ઉપર શ્રેષ કરે, ભાઈ ઉપર નહિ, એને ક્ષમા આપી દેવી. ક્ષમા કમાઇ લેવાની આ તક છે.” મદરેખાના પતિ યુગબાહને, ભાઈએ પિતાના પર કરેલા તલવારના ઘાને લીધે ગુસ્સો ચડ્યો હતો, તે સાચી , ધર્મપત્ની મદરેખા મહાસતીએ, આ ભાવના કરાવી કે મારું મારા કર્મો બગાડયું છે, ભાઈએ નહિ. માટે ભાઈને ક્ષમા આપી દઉં,” અને એ ભાવનાથી પતિ યુગબાહુએ ક્ષમા આપી, નવકાર અને ચાર શરણનું આલંબન કર્યું. તે નરકમનની તૈયારી કરેલી તે પાંચમા દેવલેકે ચડી ગયા !