________________ 288 ચિંતા અને જડ પ્રત્યે ઉદાસીનભાવ કેટલે જાળવી રાખે છે? નહિતર આર્તધ્યાન ડગલે ને પગલે ! (5) એમ અંદરવાળાનું આ જોયા કરવાનું કે “નાના પણ જીવની હિંસા-વિરાધનાને વિચાર, જુઠને વિચાર, અનીતિ-અપ્રમાણિકતાને વિચાર નથી આવતો ને?” જે અંદરવાળા આપણે આત્માને આ વિચાર બહ રાખ્યા કરીએ તે બાહ્ય પદાર્થ કે પ્રસંગ અંગેના વિચાર કેટલા કરાય? અને એના શા બહુ લેખા મંડાય ? શું કામ એમાં લહેવાઈ જઈ દુબળા પડાય? મન શાનું બગડે? બાહ્ય પર રાગ-દ્વેષ હરખ-ઉદ્વેગ કરવાની ફુરસદ જ ક્યાંથી હોય? આમ જ્યાં શરીરને કષ્ટ નથી, અને વાત મામુલી બાહાની છે, ત્યાં પણ મનને બહુ રાગ-દ્વેષ અને હરખ- ઉદ્વેગથી બગાડ્યા કરતા હોઈએ, પછી શરીર પર કષ્ટ-દુઃખ આવતાં જ મન બગડે એમાં નવાઈ જ શી? પછી એમ લાગે કે “મહાપુરુષે પર શારીરિક કષ્ટ બહુ વરસે છતાં એમના મનને કેમ લાગી આવે નહિ? કષ્ટમાં મનને સ્થિરતા કેળવવાને ક્રમ: (1) શારીરિક કષ્ટ વિનાના પ્રસંગમાં ને તે પણ મામુલી પ્રસંગમાં પહેલાં કહ્યું તેમ મનને કશું લગાડવાનું નહિ. એ અભ્યાસ વધારતાં પછી (ર) મેટા પ્રસંગમાં પણ એ અભ્યાસ રાખે, કે મનને કશું લગાડવાનું નહિ.