Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 307
________________ 286 ત્યાં ઝટ સમાધાન કરી લે “ભાઈ ! એ બિચારો એવાં કર્મ લઈ આવ્યા એટલે એ કર્મ આમ ભુલાવે. ચાલે હું એગ્ય જગાએ મૂકી દઉં! બાકી આમાં કાંઈ બહુ ખરાબ થયું નથી. પછી શા માટે મારે ખરાબ કષાય કરવા ? બહુ ખરાબ તે પ્રતિકૂળ વસ્તુ નહિ, પણ જરા - જરામાં મારા મનના ભાવ બગાડું છું, એ બહુ ખરાબ છે. જડ પુદગલના શા બહુ લેખા માંડવા હતા કે આ સારું ને આ ખરાબ ?" એમ કોઈ આપણને ભારે શબ્દ બોલી ગયું, એમાં કઈ : આપણા શરીરને કષ્ટ નથી થયું, છતાં ત્યાં મન કેવુંક ઊંચું નીચું થાય છે? " આ બોલ બહુ ખરાબ, આ બેલનારો -ખરાબ,” એમ ઝટ મનને આવી જાય છે ને? શું કામ મનને વિહવળ કરવું ? એ બોલ્યો તે એની પાસે રહ્યું, આપણને કાંઈ શરીર પર ઘા લાગ્યો નથી.” આ ખરાબ” “તે ખરાબ કેમ લાગ્યા કરે છે? આખો દિવસ બહારના વિચાર બહુ રાખીએ છીએ તેથી, આ સારું, આ ખરાબ” એમ મનને લગાડ્યા કરીએ છીએ તેથી. અંદરવાળા આપણું આત્માને તે આપણે યાદ જ કરતા નથી કે એને શું ખરાબ ને શું સારું ?" આત્માને વિચાર બહ રાખ્યા કરીએ તે બહારની વસ્તુ કે બહારના પ્રસંગ પર બહુ વિચાર ન આવે, ને બહ લહેવાઈ ન જવાય.

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318