________________ 284 તમને તોડી નાખીશ.” જે રુડા માનવ-અવતારની આ કદર કરે, કિંમત સમજે, તે પછી કષ્ટ સહવામાં અને ત્યાગ કરવામાં એ શું કામ બાકી રાખે? આદ્રકુમાર પ્રત્યેકબુદ્ધ મહર્ષિ બનેલા, તે ત્યાગ–તપસંયમના કણ ઉપાડવા નીકળી પડ્યા. ગામેગામ એકાકી વિહાર કરે છે. એમાં કશે સાધનામાં અપવાદમાર્ગ લેવાની વાત નહિ, ઉત્સર્ગ માગે જ આરાધના એટલે કે કડક જ સાધના કર્યો જાય છે! નજર સામે દેવતાએ કહેલા ભેગાવલિક તરવરે છે, ને એને તોડી નાખવાને નિર્ધાર છે, એટલે પરસહિ અને તપ-સંયમની સાધના વિશેષ જોરદાર કરવા ચાલે છે. અવારનવાર ગામ-ગામ શૂન્ય ઘરમાં કે જંગલમાંથી પર્વત ઉપર પ્રતિમા ધ્યાને કાર્યોત્સર્ગમાં રહે છે ! પ્રતિમા ધ્યાન એટલે: પ્રતિમા ધ્યાન એ એક અભિગ્રહ–વિશેષ છે. એમાં અમુક સમય માટે પ્રતિજ્ઞાબદ્ધ કાસગમાં સ્થિર ઊભા રહી ચોક્કસ પ્રકારનાં તાત્વિક ધ્યાનમાં મનને લગાવી દેવાનું હોય છે દા. ત. રાત્રિનું ધ્યાન લીધું હોય તે આ સૂર્યાસ્તથી માંડી આવતા સૂર્યોદય સુધી એક જ સ્થાને ખડા ખડા કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેવાનું, અને ધ્યાન ધરવાનું, પછી એમાં મોટા દેવતાઈ ભયંકર ઉપદ્રવ આવે તે પણ ધ્યાન અને એ કાર્યોત્સર્ગ મુદ્રામાંથી ચસકવાની વાત નહિ.” ભલે કાયા કચરાઈ જાઓ, કુટાઈ મરે, તૂટી પડે, પણ એની લેશ પણ પરવા નહિ કરવાની. એમાં ય મન એટલું બધું સમતામાં સાબૂત કે “આ ઉપદ્રવ કરનારો ખરાબ, - ચા ઉપદ્રવ ખરાબ” એટલું ય મનમાં નહિ લાવવાનું ! જ્યારે,