________________ ર૮ર સાધુ બની કઠેર ચારિત્ર પાળવા નીકળી પડે છે, ને ગામગામા વિચરતાં નિરતિચાર ચારિત્ર પાળવા સાથે પ્રખર ત્યાગ અને તપસ્યા આદરે છે. તપ–સંયમને જ માનવ જનમને સારુ દેખે છે તેથી, અને વિશેષમાં દેવતાએ કહેલા ભેગાવલિ કર્મ તોડી નાખવા છે તેથી, તપ–સંયમ આરાધવામાં શું કામ બાકી રાખે? જેને જેની લગન, એ એની પાછળ તૂટી મા તૈયાર હોય છે. વણિકને ધનની લગન લાગે છે તો એની પાછળ. વેપારમાં એ તૂટી મરવા તૈયાર રહે છે. વિદ્યાસાધકને વિદ્યાની લગન હોય છે તે, એ સાધવા પાછળ તૂટી પડે છે. સમાજનું માન મેળવવાની લગનવાળા છે એની પાછળ. તનમન-ધનથી ખૂબ તૂટી પડે છે. લગન લાગ્યા પછી એની. ખાતર કષ્ટ સહવામાં કચાશ નથી રખાતી. એટલે જ જાતમાં જે તે દેખાશે કે જિનભક્તિ-તપ વગેરેમાં ધનવ્યય–શરીરવ્યયનાં કષ્ટથી જ પાછા પડાય છે, તે એ ધર્મની લગનમાં ખામી. છે, નહિ કે શક્તિમાં ખામી, મોટા શાલિભદ્ર, ધને, સનકુમાર-ચકવતી જેવાને તપ-સંયમની લગન પાકી લાગી હતી, તો એની પાછળ કેવા તૂટી પડ્યા? ચારિત્ર લઈને કેવી જોરદાર તપસ્યાઓ અને કડક ત્યાગનાં કષ્ટ સહવામાં બાકી ન રાખી ! ખુદ મહાવીર ભગવાન સામે જુઓને, ઉત્કૃષ્ટ સંયમની લગન લાગી તો ઘેર તપસ્યાઓ કરવામાં, જાલિમ પરિસહે