________________ 280 “અર્થાત્ સેંકડો કોડ યુગ વિતે, પણ નહિ જોગવાયેલું કર્મ અથવા નિકાચિત કર્મ ક્ષય પામતું નથી. માટે તમે ઠહેરી જાઓ, ભેગાવલિ ભેગવાઈ ગયા પછી ચારિત્ર લેજો.” ત્યાં આકુમાર કહે, “મને સંસારવાસના બિલકુલ નથી, મારે વળી ભેગાવલિ ભેગવવાની વાત જ શી ?" દેવતા કહે, “તે અત્યારે તમને ભલે જરાય વાસના ન હોય, પરંતુ ભોગાવલિ કર્મ એને ભાવ ભજવ્યા વિના નહિ રહે. એ ઉદયમાં આવતાં વાસના જગાવશે.” આદ્રકુમાર કહે - કર્મ એને ભાવ ભજવવા આવે તે પહેલાં જ હું ભગવાનને પ્રબળ ત્યાગ-તપ અને વૈરાગ્ય-ભાવનાથી કર્મોને ઠેકાણે પાડી દઈશ.” તપ વૈરાગ્યથી વિકારો કેમ જાય ? : એ આરાધનાથી શરીર અને મન જ એવા કરી મૂકીશ કે એમાં લેશ વિકાર ન જાગે.” દેવતા કહે છે મહાનુભાવ! તમને શું ખબર નથી કે, 'क्वचित्तु बलियान् जीवः क्वचिच्च कर्माण्यपि / ' ક્યારેક તે જીવ વધુ બળવાન થાય છે, તે કર્મોને હેઠા પાઢી નાખે. પરંતુ ક્યારેક કર્મો પણ એવા અધિક બળવાન હોય છે કે જે જીવને હેડ પાડી નાખે. તમારા ભેગાવલિ કર્મ બળવાન છે; એ ઉદયમાં આવશે ત્યારે તમે ગમે તેટલા વિરાગી, પણ તમને એ ચારિત્રથી હેઠા પાડશે.