________________ 19. દેવનિષેધ છતાં આદ્રકુમારની દીક્ષા આદ્રકુમારને દેવ દીક્ષાની ના પાડે છે : હવે આદ્રકુમારને અહીં પુણ્યનંદસૂરિજી મહારાજને ઉપદેશ મળે, તેમજ પૂર્વભવના સંયમને અભ્યાસ છે, જતિમરણ જ્ઞાનથી એ સંયમ યાદ આવ્યું છે, એટલે સંયમ માર્ગની એને જાણ થઈ છે, તેથી પ્રત્યેકબુદ્ધ સાધુ થવા ચારિત્ર સ્વીકાર કરવા તૈયાર થાય છે. ત્યાં દેવતા હાજર થઈ એને કહે છે, “હે આદ્રકુમાર ! તમે સાત્વિક છો, સર્વથી ચારિત્ર લઈ શકે એમ છે, પરંતુ તમારે હજી નિશ્ચિત ભેગાવલિ કર્મ ભેગવવાના બાકી છે, માટે હમણાં ચારિત્રની ઉતાવળ ન કરે. હા, આત્મામાં અનિકાચિત ભેગાવલિ કર્મ પડ્યા હોય તે તો પ્રબળ વૈરાગ્ય અને પ્રખર સંયમ–સાધનાથી તથા વ્રત–નિયમ–તપસ્યા અને જોરદાર શાસ્ત્રસ્વાધ્યાય-સાધુકિયા યાને જ્ઞાનધ્યાનથી તૂટી જાય છે, પરંતુ નિકાચિત કમ તે ભેગવવા જ પડે છે. ભેળવીને જ એને છુટકારે થાય છે, ભેગવ્યા વિના નહિ. - “નામુad લી મે ક્રોટિશૉપિ !"