________________ ર૭૭ - ઉ–સાધુને વસ્ત્ર જોઈએ કેટલા? અને તે કેવા જોઈએ? તે કે જીર્ણ-શીર્ણ અને પ્રમાણપત. એવાં વસ્ત્ર તે ગૃહસ્થને ઘરમાં વાપરેલામાંથી ય મળી શકે છે. શું આર્યદેશના લેક બધા જ એવા પણ છે કે સાધુસેવા અતિથિસકાર કેઈ જ ન કરતું હોય ? ના, હજી ધર્મ જીવંત છે, આ કુળમાં પૂર્વની ધર્મસાધનાવાળા જ જન્મે છે, એના પૂર્વ સંસકાર એને અહીં ધર્માત્મા બનાવે છે. એમાં સાધુમહાત્માઓના ઉપદેશ પણ મળે છે, ને એ પૂર્વ સંસ્કારને તાજા કરી આપે છે. એવા ધર્મામાવાળા દેશમાં વસ્ત્ર પાત્રની ચિંતા કરવાની હોય? તે પૂછે - પ્ર– પણ સાધુજીવનમાં ભણાવનાર પંડિત માટે તે દીક્ષા લેતા પહેલાં પૈસાની સગવડ કરી રાખી હોય તો સારું ને ? ઉ૦- ના, પિતાના માટે પૈસાની સગવડ રખાવવી એટલે પરિગ્રહત્યાગનું વ્રત ઘવાય. બાકી ખરેખરું ભણવાનું તો ગુરુઓ પાસે છે. જરૂર પડે તો ભણેલા બીજા સાધુ પાસે પણ ભણી શકાય છે. પંડિતની જરૂર પડે તો આણંદકલ્યાણ સંઘ પંડિતની વ્યવસ્થા કરે છે, એટલે તો દીક્ષા લેતા પહેલાં એ માટે પૈસા નહિ રખાવનાર કેઈ મુનિઓ અને સાધ્વીએ સારું ભણેલા આજે જોવા મળે છે. પહેલેથી એમણે સગવડ નહોતી રખાવી એટલે શું અભણ રહ્યા ? ના, ખરેખર તે સાધુ થવું એટલે પંડિત નથી થવાનું, પણ સંયમી થવાનું છે, ષટૂકાય જીવોના રક્ષક-અહિંસક થવાનું છે. એમાં જિનાજ્ઞા મુજબ રાજને અમુક સમય સ્વાધ્યાય