________________ 276 ગૃહસ્થ સેવામાં ખડે પગે રહે છે. બાકી સાધુ પોતે જ જે આવા ભયે રાખી મહાવ્રત અને નિસ્પૃહતાને ભાંગ લગાડે, તે પૂર્ણ સંયમ ક્યાં રહ્યું ? પછી એને પ્રભાવ શાને પડે ? વાસ્તવમાં તે ચાલે ત્યાંસુધી સહન જ કરી લેવાનું જીવનસૂત્ર-સાધુસૂત્ર રાખ્યું હોય; એને વાતવાતમાં એવી અપેક્ષાઓ જ શાની હય? સાધુ રોજ સક્ઝાયમાં બોલે છે.. મગારસમા બુદ્ધા જે, ભવતિ અણિસ્સિયા - નાણાપિંડયા દંતા, તેણ વરચંતિ સાહુણો” અર્થાત્ જ્ઞાનયોગથી જીવનારા સાધુ બ્રમરની જેમ અનિશ્રિત હોય છે, અર્થાત્ કેઈની નિશ્રા કે આધાર પર જીવનારા નહિ, ભમરાની જેમ જુદા જુદા ઘરમાંથી અલ્પ અલ્પ લઈને જીવનારા. “મારે અમુક ઘર આધાર’ એવી કેઈ અપેક્ષા જ નહિ, તેથી જ તે સાધુ કહેવાય છે. સાધુ એટલે સાધનાર, પિતાના માત્ર દર્શન-જ્ઞાન–ચારિત્રની જ અપેક્ષા. રાખનારા, રત્નત્રયી ઉપર જ આધાર રાખી એની જ સાધના. કરનારા. રત્નત્રયીને સાધે તે સાધુ. એને ડર હોય કે “જે. ગોચરી પાછું વગેરે કામકાજ અંગે અમુક ઘર કે અમુક વ્યક્તિની અપેક્ષા રાખીશ, તે સંભવ છે એના ઘરના આરંભ, સમારંભને પરિગ્રહની મને છૂપી છૂપી અનુમોદના ટે!” સારાંશ, સાધુ અનિશ્ચિત હોય, એટલે દીક્ષા લેતી વખતે ભાવી બિમારીની કલ્પના કરીને પૈસા ન રખાવે. ત્યારે પૂછે - પ્ર - પરંતુ ભવિષ્યમાં વસ્ત્ર-પાત્ર માટે તે પૈસા રખાવવાની જરૂર ન પડે?