Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 295
________________ 18. આદ્રકુમારને દેશનાની અસર :અહો ! ધર્મને જ્યારે આટલે બધો મહિમા છે. તે પછી મારે ધર્મ સિવાય બીજું કરવા જેવું છે જ શું? સારું થયું કે હું અહીં આર્યદેશમાં આવી ગયે! તે જ આ ધર્મમહિમા સાંભળવા મળ્યો! અનાર્ય દેશમાં આનું સ્વનું ય ક્યાં જોવાનું હતું ?" હવે તે મારે જીવનમાં જે એક ધર્મ જ જઈને હાય, ને પાપ જોઈતું જ ન હોય, તે મારે ચારિત્રમાર્ગ જ શ્રેયસ્કર છે. ઘરવાસના જીવનમાં તે છએ કાયના જીના કચ્ચરઘાણ કરવા પડે, ને અઢારે પાપસ્થાનક સેવવા પડે ! તેમ પાપોની અવિરતિ ય જાલિમ ઊભી! ત્યારે સાધુજીવનમાં પાપસ્થાનક બંધ અને ધર્મ સાધવાની પૂરી સ્વતંત્રતા ! ધર્મ સેવવા સાધુ સ્વતન્ન, તે ફાવે એટલા ધર્મ આચરી શકે. માથાવાઢ દુમન આવે છતાં સાધુ એના પર ભરપૂર ક્ષમા વરસાવી શકે. તપસ્યા શક્ય એટલી કરી શકે. તે ધર્મ સાધવાની આ સર્વતન્ન સ્વતંત્રતાને લાભ ઉઠાવી લેવા હું સાધુ થઈ જાઉં.” બસ, આદ્રકુમારે ચારિત્ર લેવાનો નિર્ધાર કરી લીધો, અને પિતાની સાથે ઘરેથી જે ધન-ઝવેરાત લઈ આવ્યું હતું તે બધું સાતે ક્ષેત્રમાં ખરચી દીધું. પૈસા કેમ ન રખાવ્યા? હવે જે સાધુ થવું છે તે પૈસાની શી જરૂર જ છે?

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318