________________ કરવા આપવી જ જોઈ-ભાઈ, ભાગાકાલ સા કર. - 278 કરવાનું છે. પણ ત્યાં એ નિયમ નથી કે “આટલી ગાથા ગેખી આપવી જ જોઈએ.” હા, ભણાવનારની સગવડ અને તાકાત પ્રમાણે જરૂર ગેખે–ભણે, ભણવું જ જોઈએ. પરંતુ સર્વસામાન્ય કર્તવ્ય શું ? આ જ કે ચાઉદ્ધાલં સઝાય.” દિવસ–રાતના આગલા પાછલા પહેરમાં સ્વાધ્યાય કરે. પંડિત થયેલા સાધુ પણ જે આ ન સાચવે તો આરાધક નહિ; અને પંડિત નહિ થયેલા પણ ચાર કાળ શાસ્ત્રસૂત્રગાથા રટે, ભણે, પુનરાવર્તન કરે, તે તે આરાધક છે. ભગવાનને આ માર્ગ છે. આ માર્ગની પરવા રાખ્યા વિના પંડિત બનવાનું મન થાય છે, એમાં અભિમાન અને માનાકાંક્ષા ખાસી પિોષાવાને સંભવ છે. માટે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે “તારે પંડિત શા માટે બનવું છે? જે પ્રભુને સંયમમાર્ગ બરાબર સમજાય અને એ જ પાળ હોય, તે પ્રભુના શાસ્ત્રોની મર્યાદામાં રહી જેટલું નવું જ્ઞાન પ્રાપ્ત થાય એ કરવાનું, પ્રાપ્ત થયેલું ગુમાવવાનું નહિ, અને તે વિનયાદિ સાથે “ચાઉકાલ સક્ઝાયનું રોજિંદું કર્તવ્ય અવશ્ય બનાવવાનું; તે પૂર્ણ આરાધક બનાય. લેશ પણ આ સ્વાધ્યાય અંગે વિરાધક નહિ. આ જ્યાં માર્ગ હોય, ત્યાં દીક્ષા લેતા પહેલાં પોતાની પાસે પૈસા છે, તેથી “સાધુજીવનમાં કામ લાગે માટે પૈસા રખાવવાની સગવડ કરી રાખો” એવું મન જ શાનું થાય? આદ્રકુમાર પાસે પૈસા હતા પણ એણે એ પૈસા રખાવવાને કશે વિચાર ન કર્યો, અને બધા જ પૈસા સાત ક્ષેત્રમાં વાપરી નાખ્યા.