Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 291
________________ 200 ઘોર અંધકારભરી એક રાત્રિ છે, એમાં કાળચર જીવે માનેલા સર્વસ્વ ઉપર એકવાર ધાડ પાડવાને છે, ને એ સર્વસ્વને જોતજોતામાં ઊડી જવાનું છે. તે એ સર્વસ્વને શું વળગ્યા રહેવું? જીવને કહેવું. આજસુધી બહારની મોહમાયાનું ઘણું કર્યું. હવે અંદરવાળા તારા આત્માનું કરે, કેમકે અહીં તને જૈન ધર્મને પ્રકાશ મળે છે. કાળચરની ધાડ વખતે આ ધર્મતત્વ–પ્રકાશની તક પણ લૂંટાઈ ખવાઈ જવાની છે. જીવતાં જ એની તક છે. માટે જ્યાં સુધી - અહીં જીવતે છે ત્યાં સુધીમાં આ પ્રકાશમાં ધર્મ કરી અંદર વાળા તારા આત્માનું સધાય એટલું સાધી લે.” અનાર્યદેશમાંથી ભાગી આર્યદેશમાં આવેલ આદ્રકુમાર - લક્ષ્મીપુર નગરમાં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજની પર્ષદા આગળની દેશના સાંભળી રહ્યો છે. એમાં છેલ્લે આચાર્ય મહારાજ શ્રી પુણ્યનંદન સૂરિજી કહે છે - બેમાંથી જે ઈષ્ટ હોય તે કર જુઓ પુણ્યવાન ! જગતમાં (1) ધર્મનાં ફળરૂપે અહીં માન–સત્કાર-આદર-કીતિ, ચિત્તશાંતિ–સમાધિ, અને પરલોકમાં નરેન્દ્ર વિદ્યાધરેન્દ્ર યાવતુ દેવેન્દ્રપણું સુધીનાં ફળ દેખાય છે. ત્યારે (2) પાપનાં ફળ રૂપે અહીં અપમાન–અનાદર–અપયશ, -માનસિક ચિંતા–સંતાપ-અસમાધિ, અને પરભવે નરકતિર્યંચાદિ દુર્ગતિ તથા ઘર અશાતા-દુઃખ-ત્રાસ દેખાય છે.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318