________________ બ્રાહ્મણ કહે –“માફ કરજે, તમારા 60 હજાર છોકરા. અષ્ટાપદ તીર્થની રક્ષા કરતાં કરતાં એમના પર દેવતાને પ્રકેપ ઊતર્યો, અને એણે સાઈઠ હજારને બાળી મૂક્યા !" ચકવતીને આ સાંભળતાં જ કમકમી આવી ગઈ, એટલે બધે સજડ આઘાત લાગ્યું કે “હે ? બોલતાં જ બેભાન થઈ ગયે. શીત ઉપચારથી ભાનમાં આવતાં જ્યાં પાક મૂકી રેવા જાય છે, શેક કરે છે, ત્યાં દેવ બ્રાહ્મણ કહે છે, દેવનું ચકવતીને આશ્વાસન : મહારાજા! મહારાજ ! આ શું કરે છે? હમણાં જ પહેલાં તમે કહેતા હતા કે જન્મેલાને મોત આવે. જ, અને કેને ક્યારે મેત એનો નિયમ કશે નહિ. નાનાને પણ પહેલાં મિત આવે. તે આ શાને શેક કરે? મને શિખામણ એ તમને નહિ? જુઓ હું મનુષ્ય નથી દેવતા છું. આ તમને આઘાત ન લાગે, અને ધૈર્ય રહે, એ માટે જ મેં આ બ્રાહ્મણ અને એના મરેલા પુત્રને દેખાવ ર હતો. માટે હવે શેક ન કરો, મરેલા જીવ પાછા આવતા નથી, તેથી શોક કરેલો માથે પડે છે. શેક કરવાને બદલે કરાઓના તીર્થરક્ષાના ભવ્ય આત્મા–પરાક્રમની અનમેદના કરો, અને જાત માટે બોધ ગ્રહણ કરે, કે આપણને પણ. ખબર નથી કે મૃત્યુ ક્યારે આવે; માટે મૃત્યુ આવતાં પહેલાં. આત્માનું હિત સાધી લે.” બસ, આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજનું આ જ કહેવું છે, " દુન્યવી માયા, ને માયાની જડ-ચેતન વસ્તુઓ