________________ 268 આવ કે જે ઘરમાં જે કુટુંબમાં કેઈનું ય મૃત્યુ ન થયું હિોય. જે મારા તાબાના 96 કોડ ગામ છે. એકેક ગામમાં કેટલાય ઘર છે, ગમે તે ઘરમાંથી પાણી લાવીશ તો ચાલશે, ફક્ત ત્યાં કેઈનું મૃત્યુ ન થયું હોય એટલું જેજે. એ પાણીથી તારા દીકરાના પ્રાણ પાછા લાવી આપીશ. ચિતા ન કર.” બ્રાહ્મણ પ્યાલે લઈને ઊપડ્યો. ડીવાર રહીને પાછા આવી કહે છે “મહારાજા! એક ઘર એવું નથી મળતું કે જ્યાં કેઈનું મૃત્યુ ન થયું હોય.” દેવતા ચક્રવતી પાસે અંકે કરાવે છે : ચકવતી કહે, “તે ભાઈ ! સમજી લે કે દુનિયામાં જનમ્યા પછી દરેકને મૃત્યુ આવે છે. મેટા દેવતાને અને ઇંદ્રને પણ મત આવે. તેમાંય નિયમ કશે નહિ કે “મેટાને જ પહેલું મૃત્યુ આવે, ને નાનાને પછી જ મૃત્યુ આવે, ના, આ કેઈ નિયમ નહિ; એટલે મોટા બેઠા રહે ને નાનાને પહેલું મૃત્યુ આવે એમ પણ બને. તે હવે રે નહિ.” સગર ચક્રવતી શું કહી રહ્યો છે? આ જ કે માયારાત્રિમાં કાળચાર આખા જગતમાં ઘર ઘર ભમે છે, તે ગમે ત્યારે ગમે તે જીવના પ્રાણ સંહરી જાય છે. - ચક્રવતી પાસે બ્રાહ્મણે અંકે કરાવ્યું કે “નાનાને ય પહેલું મોત આવે, ને તે ગમે ત્યારે આવે.” પછી લશ્કરને ઈશારો કર્યો, એટલે કાળ ઝબ્બામાં લશ્કર ત્યાં દાખલ થયું. ચકવતી જોઈને ચેકી ઊઠી પૂછે - છે, “આ શું? શેના કાળા ઝળ્યા? અને છોકરા ક્યાં?”