________________ 266 ભગવાન જેવાનું ય મૃત્યુ થાય! તે બીજાના શા ભાર કે એને મૃત્યુ આવે જ નહિ? જન્મ પામ્યો ? ત્યાં જ અમુક મુદત પછી પ્રાણુનાશની સજા ઠેકાઈ જ ગઈ! દુનિયામાં કેઈ ઘર નથી કે જ્યાં જનમ થાય એનું મૃત્યુ ન થાય. જાણે છે ને?— સગરચકીના 60 હજાર પુત્રોનું શું થયું ? : સગર ચક્રવતીના 60 હજાર દીકરા અષ્ટાપદની રક્ષાના પ્રયત્ન કરવા જતાં દેવતાના પ્રકોપમાં એકી કલમે બળીને ખાખ થઈ ગયા ! સાઈઠ હજારમાંથી અડધા નહિ, ચેથા. ભાગના 15 હજાર નહિ, એક હજાર શું, એકસો નહિ, દસ નહિ, અરે! એક પણ પુત્ર એ નહિ! કાળચર સાઈઠે. સાઈઠ હજારના પ્રાણ એકી કલમે લૂંટી ગયો ! હવે સાથે ગયેલું લહાવલશ્કર પાછું આવ્યું. પરંતુ આ. સમાચાર ચકવતને અપાય શી રીતે ? કોણ આપે ? આપનારને ભય કે “જ્યાં સમ્રાટ ચકવતીને કહ્યું કે “આપના 60 હજાર પુત્ર મરી ગયા” ત્યાં જ ચકવતી રાડ પાડે - તો તું કેમ ન મરી ગયે તે આ બેલે છે? લે, એમ કરી ત્યાં જ તલવારથી મારું ડોકું જ ઉડાવી દે તે?—આ ભય. ત્યારે એક દેવતા એમની વહારે ધાયે. લશ્કરને કહે. હમણાં જરા બહાર ઊભા રહે; હું મહેલમાં જઈ વિધિ. કરું છું, પછી ઈસારો કરું ત્યારે અંદર ચાલ્યા આવો.” મૃત્યુના સમાચાર દેવી દેવતાની કૂનેહ: કુનેહથી કામ લેવું પડે ને? દેવતાએ બ્રાહ્મણનું રૂપ. કરી ખાંધે છોકરાનું મડદું લીધું, અને ચકવતીના બારણે