________________ 257 એકેન્દ્રિય નિમાં ઝાડ વગેરે થે તો ત્યાં એક જ સ્પર્શનેન્દ્રિય છે. તેથી એને શાતા આપનાર અનુકુળ ખોરાક પાણી મળતાં તાજગી અનુભવવાની જ વાત! ને પલ્લવિત થવાની વાત ! અને પ્રતિકૂળ આવ્યું તે કરમાઈ જવાની વાત! વિકસેન્દ્રિય એટલે કે બેઈન્દ્રિય–તેઈન્દ્રિય–ચૌરેન્દ્રિય થયો, તે વધારામાં રસના વગેરેથી ખાઉં ખાઉં કરી મજા અનુભવવાની વાત ! પછી ભલે એમાં કચરાઈ પીસાઈ મરવાનું હોય તે દેખાય જ નહિ ! કીડી મંકડા ગોળની ગંધ આવી, “બસ, મેલ દોટ એના તરફ” “અરે ! પણ માણસના પગ નીચે કે બીજી વસ્તુઓના બેજા નીચે કચરાઈમરીશ”. ના, એ કાંઈ દેખાય જ નહિ! અંધકાર–નૃત્ય ! પંચેન્દ્રિયના અવતારમાં પણ એજ ઇન્દ્રિયની તુષ્ટિ-પુષ્ટિની જ લત! તે એની ખાતર પાર વિનાની પાપવૃત્તિઓ અને પાપપ્રવૃત્તિઓ કરી કરી નરકાદિ દુર્ગતિઓનાં થાળા ભરવાનું જ ચાલે ! જરૂર પડશે નીચે એકેન્દ્રિય સુધીમાં પટકાઈ જવાનું ! તે કેણ જાણે પાછે ક્યારે ઊંચે આવે ? બસ, બધી જ ઇન્દ્રિયની તુષ્ટિ-પુષ્ટિ જ ચાલુ, એટલે બધું જ અંધકાર–નૃત્ય! પરંતુ હવે અહીં જ્યારે જ્ઞાની ભગવંતો તરફથી જ્ઞાનને પ્રકાશ મળે છે, પરમાત્મા, પરેલેક, આશ્રવ–સંવર, કર્મબંધકર્મનિર્જરા....વગેરે વગેરે જાણવા મળે છે, ત્યાં પણ શું ઊંઘતા જ રહેવાનું? એજ અંધકાર–નૃત્યની ચેષ્ટાઓ ચાલુ રાખવાની? આચાર્ય મહારાજ કહે છે, “હવે જાગો જાગો 17