________________ 256 વિના, માત્ર પિતાની ઇન્દ્રિયને ગમતા-અણગમતાને જ વિચાર રાખીને મન-વચન-કાયાથી પ્રવૃત્તિ કરતો આવ્યો છે. એટલે એમાં જ્યાં પિતાના આત્માનું જ ભાન નથી, તેથી તે આ મૂળભૂત અંધકાર ગણાય, એના પર અનેક પ્રકારના અંધકાર પ્રવર્તે છે: (1) પિતાના આત્મા અંગે અંધકાર, (2) પરમાત્મા અંગે અંધકાર (3) જીવ અજીવ આદિ નવ તત્ત્વ અંગે અંધકાર, (4) પિતાને થતા પુણ્ય-પાપોના બંધન અંગે અંધકાર, (5) શમ-દમ, સંવર-નિર્જરા, શુભ વૃત્તિપ્રવૃત્તિ, સ્યાદવાદ-વિરતિવાદ...વગેરે અનેકાનેક, પારલૌકિક પદાર્થો પરના અજ્ઞાનાવરણ રૂપી અંધકાર, એ બધા અંધકાર એવાં છવાઈ ગયા છે કે એ કશું દેખાય જ નહિ. આ સ્થિતિમાં જે કાંઈ વિચાર–વાણી–વર્તાવ કરે છે, એ બધા. મેહના ઘરના, ને અજ્ઞાનતાના ઘરના વર્તાવ છે. એટલે એ. અંધકાર-નૃત્ય જેવું છે. મોહચેષ્ટાઓ પર્વતશિખરે અંધકારનૃત્ય જેવી : અંધકાર-નૃત્ય જેવું એમાં અંધકાર-નૃત્ય એટલે. અંધારે પર્વતના શિખર પર ખાડા ટેકરાવાળી જમીન પર જીવ નાચવા તે લાગે, પરંતુ એમાં પડવા આખડવાનું કેટલું ? એમાં વળી જે શિખરના ઠેઠ કિનારે આવી ગયે, તે નીચે ઊંડી ખીણમાં પટકાવાનું કેવું ? માત્ર ઈન્દ્રિયને પિષવાની પ્રવૃત્તિમાં જીવને કશું દેખાતું નથી કે “અહીંના અંધકારનૃત્યમાં હું ચાર ગતિઓના ઊંડા ધર જેવા આ જગતમાં કયાં જઈને પટકાઈશ? અને કેવા કેવા ભયંકર ત્રાસ-દુઃખ-વેદનાઓ પામીશ? ..