________________ 262 સમરાદિત્યના જીવને સાધુ પિતાનાં જીવનચરિત્રમાં આ કહી રહ્યા છે કે “હું એ શ્રાવક, ત્યાં વૈરાગ્ય પામી રાજાની અનુજ્ઞા લઈ મેં પેલા જીવને રખડાવનાર દલ્લે કઢાવી નાખ્યો, અને એ દાનમાં આપી દઈને મેં દીક્ષા લીધી. સાધુપણે વિચરતાં આજે તને આ કહી રહ્યો છું. મારા વૈરાગ્યનું કારણ તને સમજાઈ ગયું હશે કે આ સંસારમાં માયાની (પરિગ્રહની) મમતા કેટલી બધી ભયાનક છે!” સમરાદિત્યને જીવ આ સાધુનું ચરિત્ર સાંભળીને સ્તબ્ધ થઈ ગયે કે “અરે! દલ્લે તો ત્યાં ને ત્યાં જ રહ્યો પણ એ મમતા કરનાર છે પિતે કેવા દુરન્ત દુઃખદ ભ કર્યા!” આ વિચારે એ વૈરાગ્ય પામી ગયે ને પછી દીક્ષા લઈ લે છે. પૂજામાં બેલે છે ને? ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે, તિર્યંચતનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, મનમોહનજી જગતાત ! વાત સુણે જિનરાજજી રે” માયાની મમતા ભયંકર: એકેન્દ્રિયજીવ સુધી! ઝાડ જેવું ઝાડ, જડ જેવું ગણાય, છતાં એને ય માયાની મમતા કેવી કે દૂર પણ રહેલા દલ્લા, પર મૂળિયું પાથરીને નિરાંત અનુભવે ! નિરાંત એટલા માટે કહેવાય કે પછી દલ્લાથી આગળ મૂળિયું નથી લંબાવતું બરાબર દલ્લા પર એ બિછાવીને દલ્લાને ઢાંકીને ઉપર રહે છે. માયા કેવી ? ત્યારે કવિ કહે છે,