________________ 263 માયા કારમી રે! માયા મ કરે ચતુર સુજાણ! માયા એટલે કે પર વસ્તુની મમતા, એ કારમી ભયંકર છે; માટે હે ચતુર જ્ઞાની આત્મા! માયા કરશો નહિ. આગળ કહે છે - માયા કામણ, માયા મેહન, માયા જગન્ધુતારી.” માયા એ એક કામણ છે : માણસ કઈ પર તાંત્રિક કામણ કરે, પછી એની અસર એના ઉપર એવી પહોંચી જાય કે એ કામણના. વિષયને જ દેખે. એની પાછળ ગાંડોતુર થઈ જાય. એવું અહીં બને છે. માયાનું કામણ લાગી ગયું એની જીવ પર અસર થઈ ગઈ, પછી જીવ એ માયાના વિષયને જ જોયા. કરે છે ! બાળકને માતા પર મમતા છે એ કામણ છે, તે બચ્ચે માતાને જ જોયા કરે છે. મા આઘી–પાછી થાય તો. બચ્ચું આકુળ-વ્યાકુળ થાય છે. એવી દશા કામાંધ માણસની પત્ની પર પોતાની માયાને લીધે થાય છે. એ પત્નીને જ જોયા કરે છે. એને પછી સગા માતા-પિતા ય દેખાય નહિ ! ને દેવ-ગુરુ-ધર્મ પણ દેખાય નહિ ! એને તો એક જ લત કે “શી વાત મારી પત્ની !" એની આગળ 200 –૫૦૦ની સાડી કે 2-5 હજાર રૂપિયાને હાર–આભૂષણનું નિવેદ ધરશે ! પણ દેવાધિદેવ મસતા જેવું અંગ લૂછયું જોયા છતાં બે-પાંચ રૂપિયાનું નવું સારું મુલાયમ અંગલૂંછણું લાવી ધરવાનું નહિ સૂઝે! માયા કામણ છે.