________________ 261 ઊડી જશે પછી લઈ જઈશું, કરી ચાલ્યા આગળ, પરંતુ આ નાળિયેરીના જીવ-ભાઈની બુદ્ધિ બગડી, તારે અડધો ભાગ તને ન આપવો પડે માટે લાગ જોઈને તેને કૂવામાં ધકેલી દીધે! તું મર્યો અને એ પણ ત્યાં રખોપું કરતાં કઈ શિકારી પશુ (કે મેટા ભોરિંગ)ના સપાટામાં ઝડપાયો ને મર્યો. પછી બંને જણ આ સંસારમાં ભટકતા હતા, એમાં એને વચમાં ઉંદર બકરે વગેરે એવા બે ત્રણ ભવ મળ્યા કે જેમાં આ દલ્લાની જગા આગળ આવતાં, જાતિસ્મરણજ્ઞાન પામી દલ્લાને જાણું લઈને મમતા કરવા માંડ્યો, ને એમાં કમેતે મર્યો, તે ય મમતા ન છૂટી ! " જાતિસ્મરણ જ્ઞાનથી પણ ધર્મ સૂઝવાને નિયમ નહિ. જાતિ મરણ જ્ઞાન થવા છતાં “અરેરે ! પિતે આ દલ્લાની મમતાથી ડે મનુષ્ય જનમ ગુમાવી હલકા તિયચના અવતારમાં રખડતા થઈ ગયે ?' એની અફસેસી ન થઈ ! અફસીથી મમતાથી પાછા હટી જવાનું અને ધર્મમાં લાગવાનું ન સૂઝયું ! ઉલટું, મમતા તાજી કરી એને દઢ કરી ! પરિણામે ભામાં ભટકતાં ભટકતાં એ તે નાળિયેરીનું ઝાડ થે, ને પેલી મમતાના ગાઢ સંસ્કારથી અહીં દલ્લા પર મૂર્છાથી પોતાનાં મૂળિયાં પાથરીને રહ્યો છે, પણ તું ત્યાં ભાઈથી મરાતાં છતાં તારા પરિણામ એટલા બધા દુષ્ટ ન થયા, તે આગળ આગળ શુભ પરિણામથી કાંઈક સારા અવતાર કરતો કરતે, અહીં આ શ્રાવકને અવતાર પામ્યો છે.”