________________ જ૮ ગીતાર્થ મુનિએ ત્યાં દ્રવ્ય સમ્યકત્વને આરોપ કરીને વ્રતમહાવતેને આપે છે, એનું આરોપણ કરે છે. કેમ વાર? આ વ્રત–મહાવ્રતની પ્રવૃત્તિ જ એવી છે કે એ પ્રવૃત્તિ કરતાં કરતાં જીવમાં સમ્યત્વના અને વ્રતના ખરેખર ભાવ જાગવા સુસંભવિત છે. જે આ ધર્મપ્રવૃત્તિ જ ન હોય, તે શું કેરા મેક્ષના આશયના ડેળ તથા સંસારના આરંભ –વિષય–પરિગ્રહની ધૂમધામ પ્રવૃત્તિથી આ સમકિત–ચારિત્રના ભાવ જાગવાના હતાં ? આદ્રકુમાર અનાર્યદેશમાંથી ભાગીને આર્યદેશમાં આવેલ છે, એને લક્ષ્મીપુર નગરમાં જતાં આચાર્ય પુણ્યનંદનસૂરિ મહારાજની દેશના સાંભળવા મળે છે. જેમાં આચાર્ય મહારાજ ધર્મને મહિમા બતાવતાં કહી રહ્યા છે કે લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે, સ્નેહથી ધર્મ કરે, બહાર કીર્તિ ફેલાય છે માટે ધર્મ કરે,..વગેરે, તો એ ધર્મ કરનારને અમાપ ફળ મળે છે! આમ કહીને આચાર્ય મહારાજને એમ કહેવું છે કે “તમે ધર્મની પ્રવૃત્તિ કરે, અને કમમાં દમ એટલી પાપની ને મેહની પ્રવૃત્તિ છોડો.”