________________ 16. પુણ્યનંદનસૂરિજીને આગળ ઉપદેશ આગળ આચાર્ય મહારાજ કહે છે, “હે ભાગ્યવાને ! બૂઝ, બૂઝે, જીવનને શે ભસો છે? (1) જીવન તો સંધ્યાના રંગ જેવું ચંચળ છે. આકાશમાં ખીલેલી સંધ્યાના મરમ રંગ હમણા જોયા ન જિયા, ને છેડી જ વારમાં એ રંગ અલેપ ! આકાશ કાળું ધબ દેખાય છે. (2) એમ જીવન પાણીના પરપોટાં જેવું છે, પાણીને પરપેટ કેટલા ટકે? હમણાં જે ને હમણાં જ ફૂટી ગયો ! (3) એમ જીવન પાંદડા પર રહેલા ઝાકળના બિંદુ જેવું ચંચળ છે. હમણાં બિંદુને મોતીના દાણાની જેમ ચમકતું દેખ્યું, ને હમણાં જ પવનના ઝપાટામાં એ ઊપડી ગયું ! એ રીતે જીવન હમણાં તે જીવી રહ્યા છીએ, ને જોતજોતામાં જીવન પુરું થઈ જાય છે! ખબર નથી પડતી કે બાળપણું ને કુમાર અવસ્થા, યુવાની કે પ્રૌઢતા, ક્યાં પસાર થઈ ગયા? ને ક્યાં બુઢાપે આવી ઊભે? તે પણ જોતજોતામાં જીવને મૃત્યુએ લઈ ગયે ! આમાં ય કોઈ પણ માણસ પોતાના માટે ભોસો રાખી શકે એમ નથી કે