________________ 252 અને રાજા છે એટલે વિવિલાસ અને કષાયોમાં ચકચૂર પાસે બે પૈસા થતાં શું સૂઝે છે? પાપ અને વિષયકપાયની જાહેરજલાલી ! ધર્મ નહિ! આ તે રાજા છે, પણ સામાન્ય માણસને ય જુઓ તે દેખાય છે કે જેને ધર્મ સાધવો નથી, એને બીજી બાજુ બે પૈસાની પુણ્યાઈ મળી હોય, તો એ શું કરવાને ? એને આ જ એક લેડ્યા રહેશે કે “ખાઓ પીઓ, મેજ કરે, રંગરાગ ખેલે, અને યેન કેન પ્રકારે પૈસા ખૂબ કમાઓ.” આ વેશ્યાથી ધંધા–પાપામાં જડ-અનીતિ વગેરેને હિસાબ નહિ રાખે ! જીવહિંસાના વેપાર કરતાં એને આંચકે નહિ! વળી ધર્મની વેશ્યા જ નથી, એટલે કોધ-અભિમાનાદિ કષામાં શું કામ બાકી રાખે? શું આમાં માનવ જનમની વડાઈ છે? જુઓ, રાજા શશીપ્રભ વિષય-કવાય-ચકચૂર જીવન જીવી અંતે મરીને ત્રીજી નરકમાં ગયે. નાનાભાઈ સુરપ્રભે ચારિત્ર અને તપમય જીવન એટલે ઉત્તમ ધર્મ પ્રવૃત્તિઓ કયે રાખી, અંતે એ મરીને પાંચમા દેવલોકમાં ગયે છે ! ત્યાંથી એ અવધિજ્ઞાનથી જુએ છે કે મોટો ભાઈ ક્યાં છે?” તે ત્રીજી નરકમાં એને પડેલ જોઈ એની દયા આવી જાય છે. એના મનને એમ થાય છે કે “હવે આને નિકાચિત પાપકર્મથી નિર્ધારિત નરકગતિ, એટલે આને કાંઈ આમાંથી છોડાવી શકાય નહિ, છતાં હું જાઉં એને દર્શન આપીને એને ધર્મને બોધ આપું, પૂર્વ ભવને ખ્યાલ આપું. હવે કદાચ પિતાની આ ભયંકર દુઃખમય સ્થિતિ જોઈ એને