________________ કરી, તે એ ભાવથી ધર્મ કર્યો ગણાય. ને એનું એ જીવ અમાપ ફળ પામ્ય! કેમકે હાથી મરીને પછીથી એ રાજા શ્રેણિકના પુત્ર મેઘકુમાર થતાં ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી ગયા ! ને સાધુ બન્યા ! પણ જ્યાં એજ રાતના સંથારામાં મુનિઓના પગની પડતી રજથી કંટાળ્યા, ચારિત્ર મૂકી દઈ ઘેર જવા વિચારે છે, અને એ માટે પ્રભાતે પ્રભુ પાસે રજા લેવા આવે છે, ત્યાં પ્રભુએ શું કહ્યું જાણે છે ? પ્રભુએ કહ્યું,-હે મેઘકુમાર ! તે પૂર્વ ભવે એક અજ્ઞાન પશુ હાથી તરીકે પણ સસલાને બચાવવા અઢી દિવસ પગ ઊંચો રાખેલ ! અને અંતે મૃત્યુ પામે, ને એથી અહીં રાજપુત્ર થયે! તે તું અહીં મહાપૂજ્ય મુનિઓના પગની. રજથી કંટાળે છે? તિર્યંચના અવતારે જીવની દયા કરતાં આવડી, તે અહીં માનવ અવતારે સાધુ થઈને તને મહામુનિઓની ભક્તિ–બહુમાન ન આવડે? તને ખબર છે? एवं खलु भो मेहा! ताए पाणाणुकंपाए परित्तीकओ ते संसारो ! હે મેઘકુમાર ! એ પ્રમાણે તે ખરેખર તે જીવ– દયાના કાર્યથી તારા સંસારને મર્યાદિત કરી દીધું. એક જીવની દયાની પ્રવૃત્તિ આવું મહાન ફળ નીપજાવે, તે પૂજ્ય એવા સાધુની ભક્તિની પ્રવૃત્તિ એથી પણ કેટલું બધું ઊંચું ફળ નીપજાવે?” મેઘકુમાર આ સાંભળીને પિતાની દુર્ભાવનાને પશ્ચાત્તાપ કરી સંયમમાં સ્થિર થઈ જાય છે. અહીં આ જોવાનું છે