________________ 245 કરી રાખ્યો હોય, તો દાવાનળ લાગતાં એમાં ઊભા રહેવાથી આગથી બચી જવાય.” બસ, આટલા ભાન પર એણે એ ભૂમિભાગ તૈયાર કરી રાખેલ, અને દાવાનળ જાગતાં પિતે એ ભૂમિ ભાગમાં આવી ઊભે રહેલ. અહીં સુધી એને કશું જ ભાન નથી કે “સારા ભાવ શું અને મલિન ભાવ શું?” એ પછી બીજા પણ જનાવર ત્યાં દોડી આવ્યા, તે એણે પિતાની તૈયાર કરેલ જગાની મમતા ન કરી કે “અહીં બીજાને ન પેસવા દઉં,” યા એ જીવો પર ઈષ્ય-અસૂયા ન કરી કે “અહીં કેમ આવે છે ?" પણ બધાને ત્યાં ઊભવા દીધા ! યાવત્ પિતે ખણવા પિતાને એક પગ ઊંચો કર્યો અને એ પગઠામની જગામાં ભીડમાં જકડાયેલ એક સસલું બેસી ગયું, તે ખણ્યા પછી નીચે સસલાને જોતાં દયાના પરિણામથી પગ નીચે ન મૂકતાં અદ્ધર જ રાખે ! જનાવરના અવતારે આ દયાની પ્રવૃત્તિ કરી એમાં એને કશું ભાન નથી કે સંસાર શું અને મોક્ષ શું ? અલબત્ દયાના ભાવ છે, એટલું એ ભાન છે, પરંતુ એ ભાન નથી કે “આ દયાધર્મની પ્રવૃત્તિ કરુ તે મારે મોક્ષ થાય; મક્ષ માટે આ દયાની પ્રવૃત્તિ કરુ” એ કશે આશય નથી. તો શું આ મેલના આશય વિનાની કરેલી જીવદયા એ અધમ છે? સંસારવર્ધક છે? કહેતા નહિ; કેમકે ખુદ પ્રભુએ “જ્ઞાતા--અધ્યયન’ આગમમાં મેઘકુમાર મુનિને “તે જીવદયાથી તે સંસાર મર્યાદિત કર્યો” એમ કહી એ હાથીની જીવદયા પર ધર્મનો સિકકો માર્યો છે, અને ભાવવૃદ્ધિ નહિ, પણ વિકટ્ટી બતાવી છે. એ દયાને આપણાથી ભવવર્ધક કેમ કહેવાય? હાથીએ જીવ પ્રત્યે દયાના ભાવથી દયાધર્મની પ્રવૃત્તિ