________________ 242 અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી મોક્ષમાર્ગ ઓળખાય. આ તત્વજ્ઞાન અને ક્ષમાર્ગના ભવ્ય ઉદ્દેશ તરીકે મોક્ષના અનંત સુખનું ભાન થયું. ત્યારે મને લાગ્યું કે “અરે ! કેવી સારી અજ્ઞાન અને મૂઢ દશા ! ચારિત્રથી મળનાર મેલ ક્યાં? અને કયાં મારે વાદવિદ્યા કમાઈ લેવાને જઘન્ય અધમ ઉદ્દેશ? ચારિત્રથી મળી શકતા મેક્ષમાં અનંત જન્મ-મરણને અંત! અને અનંત અવ્યાબાધ સુખ મળે ! એ કયાં? અને ક્યાં આ વાદવિદ્યા અજમાવવાના જીવનથી કષાયની પુષ્ટિ તથા પરિણામે સરજાતી જન્મમરણની પરંપરા ક્યાં? એટલે હવે મને મારી બાલિશતા અને મૂઢતાનું ભાન થયું છે. વાદિ–વિજેતા બનવાના અરમાન ઊતરી ગયા છે, હવે તે ભવપરંપરાનો અંત લાવવાની જ એકમાત્ર તમન્ના જાગી છે, તે એ ભવને અંત લાવનારા સમ્યકત્વ અને ચારિત્રનું મને ખરેખરું આરોપણ કરવા કૃપા કરે અને દેવાધિદેવને, શાસનને, આપને તથા ચારિત્ર-ધર્મને ઠગ્યાનું જે કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું હોય તે આપ.” ગુરુ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. ગોવિંદમુનિની નિખાલસ આલોચના અને હવે જાગેલી સાચી ચારિત્ર-તમને પર ઓવારી ગયા ! એ બદલ મુનિને ધન્યવાદ આપે છે, અને સમ્યક્ત્વ સહિત મહાવ્રતનું આરોપણ કરે છે. એ પછી તો ગોવિંદમુનિ જબરદસ્ત શાસ્ત્રબોધ મેળવી આચાર્ય પદ પ્રાપ્ત કરે છે! અને શ્રી ભગવતી–સૂત્ર આગમ પર નિર્યુક્તિશાસ્ત્ર વ્યાખ્યાગ્રન્થ લખે છે, જે ગોવિંદાચાર્યની નિર્યુક્તિશાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ છે.