________________ * 240 ઓમાં જગ્યા ઘણી છે. સગતિમાં જગ્યા તે કષા અને વિષયના રાગદ્વેષ વગેરે માળા પાડે, અને વિષયની ગુલામી. મંદ કરી નાખે, તેથી જ હિંસાદિ પાપથી વિરામ પામે, એવા ભાગી માટે રીઝર્વ થયેલી છે.” - ગોવિંદમુનિને પસ્તાવો થાય છે કે “અરેરે! આવા. મહાપવિત્ર ને ઉત્તમ લોકેત્તર ચારિત્ર-ધર્મને મેં હલકા વાદવિદ્યાના લેભની વૃત્તિથી લીધે? ખેર, હવે ગુરુના ચરણે પડી જાઉં ને મારી કાળી કથા કહી પ્રાયશ્ચિત્ત માગું, અને હવે ફરીથી શુભ ઉદ્દેશથી ચારિત્ર લેવા ચારિત્રની પ્રાર્થના કરું.” બસ, ગોવિંદમુનિ ગયા આચાર્ય મહારાજ પાસે, કહે છે, “પ્રભુ! ફરીથી સમ્યક્ત્વ અને ચારિત્ર આપે.” આચાર્ય મહારાજ ચેકી ઊઠે છે કે “આ સારે સાધુ કેમ ફરીથી ચારિત્ર માગે છે!” આ હિસાબે જોવા જેવું છે કે ગોવિંદ મુનિએ ચારિત્ર કેવું પાળ્યું હશે કે ગુરુને સંતોષ છે કે આ સાધુજીવન સુંદર જીવે છે. પૂછે, પ્ર– ગોવિદ મુનિને તે વાદવિદ્યા લેવી હતી તે સાધુજીવન ઉપર ઉપરથી સારું છે, અને અંદરમાં ગોલમાલ ચલાવે તે ન ચાલત? ઉ– અહીં બે વાત છે - - (1) જે સાધુ થઈને વાદવિદ્યા લેવી છે, તે એટલા પૂરતું પણ સાધુવેશની વફાદારી જાળવવી જોઈએ. પ્રામાણિકતા એનું નામ છે કે જે સ્થિતિમાં બેઠા ઇષ્ટ સિદ્ધિ કરવી છે, તે સ્થિતિને ઉચિત વર્તાવ રખાય. છે. એટલે અહીં ગોવિંદમુનિ સાધુજીવન પ્રામાણિક્તાથી જીવી રહ્યા હતા પછી ગોલમાલ ચલાવેવાની શાની?