________________ ર૩૯ આવી ગયે, પરંતુ તે સારું થયું કે એમ પણ જૈન ચારિત્રધર્મ મળ્યો! આવું મહાપવિત્ર સાધુ-જીવન ચારિત્ર-જીવન મળ્યું! ત્યારે હવે અનંત સુખભર્યા અને અનંત કલ્યાણમય મોક્ષને દેનારા આવા સાધુ-જીવનને પામીને શું મારે માત્ર વાદ-વિદ્યા મેળવી સંતોષ માનવાને? શું ઐરાવણ હાથી દેવા રૌયાર હોય એવા દાતાર પાસેથી ગધેડે માગી લઈ સંતેષ માનવો? અને માને વાદ-વિદ્યા મળી ગઈ, પછી શું આ મહાપવિત્ર સાધુજીવનમાંથી ખસી જઈ એકલા અભિમાન અને માનપાનની લાલસા તથા પાપકર્મોના થેક પિષનાર વાદી–વિજેતાનું નાશવંત પાપ જીવન જીવવાનું? આ લાખેણે માનવ–અવતાર નરકાદિ ગતિદાયી કષાયેના પિષણમાં કામે લગાડવાને? કે માનવભવને ચારિત્ર જીવનથી કષાનાં શોષણ કરી કષાને નામશેષ કરી નાખવામાં કામે લગાડવાને?” બસ, ગોવિંદમુનિની વાદ-વિદ્યાની લાલસા ઓગળીને ખલાસ થઈ ગઈ! મિથ્યાત્વ ઓગળીને ખતમ થઈ ગયું! એ કયારે બન્યું ? વાદવિદ્યાના લેભથી પણ ચારિત્ર લીધું, અને ચારિત્ર-ધર્મની બહુવિધ પ્રવૃત્તિ કરી હતી ત્યારે નહિતર એમ પણ જે એ ચારિત્ર–જીવનમાં જ ન આવ્યા હત તે શું પામત? તે તે બ્રાહ્મણજીવનમાં વિદ્વત્તાનું પ્રદર્શન કરતાં કરતાં અને વાદો લડતાં લડતાં હીરા જેવા માનવ અવતારને નકરી પાપ-પ્રવૃત્તિઓમાં કથિરને કોલસે બનાવી દીધું હેત પછી આ જનમમાંથી કયાં રવાના થાત? દેવલેકમાં? કર્મ×સત્તા જાણે ડામ દેખાડે છે! જાણે કહે છે- “આવ આવ, તારે નકરા વિષયો અને કષાયોને પષવાનું જીવન જીવવું છે? તે તારા માટે નરકાદિ દુર્ગતિ