________________ 238 (4) જૈન ધર્મના પ્રરૂપક ઈષ્ટદેવ કેવા વીતરાગ સર્વજ્ઞ! એમનું જીવન કેવું લોકેત્તર ! કેવું શુદ્ધ જ્ઞાનમય! કઈ -રાગ નહિ દ્વેષ નહિ. એમની સાચી સર્વજ્ઞતા પણ કેવી અભુત! (5) ત્યારે આમના સિવાય સાચાં તત્ત્વ અને સાચે મોક્ષમાર્ગ કેણ બતાવી શકે ? (6) જૈન ધર્મની વળી એક અનન્ય વિશિષ્ટતા જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનું કેવું અતિ વિસ્તૃત વિજ્ઞાન ! (7) વળી એ કર્મોની મંદતાએ થતો કે 14 ગુણસ્થાનકે જીવને ઉન્નતિ કમ! (8) વળી જૈન ધર્મની એક આગવી વિશેષતા સ્વાદુવાદ-અનેકાંતવાદને સિદ્ધાન્ત! એના પાયા ઉપર નયજ્ઞાન, સમભંગી, અનુગમ, નિક્ષેપ વગેરે ચાર અનુગ, એમાંય નિક્ષેપાની પ્રરૂપણમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને વિશ્વવ્યાપી સિદ્ધાન્ત...આ બધું જે જાણવા મળ્યું, આમાંનું વૈદિકાદિ ઈતર ધર્મોમાં શું જોવા મળે? ગેવિંદ બ્રાહ્મણ જેમ જેમ ગ્રહણ-શિક્ષામાં આગળ વધે છે, તેમ તેમ આ બધું જાણતાં જાણતાં પાણી પાણી થઈ - જાય છે! એમને એમ થાય છે કે “ખરેખર ! અનંત કાળમાં આ નહિ મળ્યું હોય એવું મળ્યું ! જે પૂર્વ જન્મમાં મળ્યું હત, તે તો આ સંસારમાં વિવિધ એનિઓમાં હું શાને રખડતે-ભટકતો રહ્યો હત? અથવા પૂર્વ જન્મમાં કદાચ આ ધર્મ પ્રત્યે હશે, પરંતુ કેઈક એવી વિરાધના કરી - હશે કે અહીં મિથ્યાધર્મવાસિત કુળમાં પટકાઈ પડ્યો ! ભલે વાદ-વિદ્યાના લેભથી અહીં જૈનધર્મના ચારિત્ર ધર્મમાં