________________ ( 241. (2) બીજી વાત એ છે કે ભય હોય કે આચાર્ય મહાગીતાર્થ હોવાથી શિષ્યની ગેલમાલ મુખમુદ્રા, ભાષા વગેરે ઇંગિત પરથી પકડી પાડે તે વાદવિદ્યા ન મળે! અથવા એવા સૌમ્ય અને પ્રોત્સાહક શબ્દોમાં સારણા-વારણ–ચાણ કરે કે એ સાધુ તો શું, પણ બીજા સાધુઓને પણ ચિમકી લાગે, જાગૃતિ–પ્રોત્સાહન મળે. આવા પ્રેરણા રૂપ નેતા માથે હોય પછી સાદવાચાર–પાલનમાં ગોલમાલ શાની ચાલે? શુદ્ધ આચાર–પાલન જ ચાલતા હોય. એટલે જ આચાર્ય મહારાજ અહીં ચેકી ઊઠે છે કે “આવા શુદ્ધ આચાર–પાલનવાળે આ સારે ગોવિંદમુનિ કેમ ફરીથી સમ્યક્ત્વ અને ચારિત્રનું ગ્રહણ માગે છે?” પૂછે છે, “કેમ શું છે? શું કોઈ મોટી ભૂલ થઈ છે?” ગોવિંદમુનિને ભવ્ય ઈકરાર : ગોવિંદમુનિ કહે “ભગવાન ! ભૂલ શું થાય? મેં સારી રીતે ચારિત્ર ને સમ્યકત્વ પણ લીધું જ ક્યાં છે? શબ્દથી વૈરાગ્ય બતાવીને નામનું ચારિત્ર લઈ મેં આપને ઠગ્યા છે. મારામાં સારો વૈરાગ્ય હતું જ નહિ, મારે તે માત્ર આ ચારિત્ર લઈને આપની પાસેથી વાદ–કળા શીખી લેવી હતી. અને એ શીખીને પછી આ ચારિત્ર મૂકી દઈ મારે ફરીથી પાછો ઘરે જઈ વાદિવિજેતા ગોવિદ બ્રાહ્મણ બનવું હતું ! પરંતુ બનાવટી સાધુ બન્યા પછી આપની પાસેથી ગ્રહણ શિક્ષા આસેવન-શિક્ષા લેતાં લેતાં મને જૈનધર્મની સાચી ઓળખ થઈ. વીતરાગ સર્વર ભગવાન દેવાધિદેવ તરીકે ઓળખાયા. સર્વજ્ઞના કહેલા જીવ-અજીવ આદિ તત્ત્વ સમજાયાં,