________________ 236 ગોવિંદ બ્રાહ્મણ હવે ગોવિંદ મુનિ બની ગ્રહણ-શિક્ષા અને આસેવન–-શિક્ષા લે છે. “ગ્રહણ શિક્ષા” એટલે જૈન શાસ્ત્રોનું શિક્ષણ અને આસેવન શિક્ષા” એટલે સાધુપણામાં કરવાના આચરણનું શિક્ષણ, સાધ્વાચારના પાલનનું શિક્ષણ. જૈન ચારિત્રધર્મમાં શું શું ?: જુઓ ગોવિંદ બ્રાહ્મણનો અહીં સુધી આવવામાં પોતાના અંતરમાં માત્ર લેભને ભાવ છે, વાદવિદ્યાને લેભ છે, સાધુ બની જાઉં તે સાધુજીવન જીવતાં જીવતાં મને વાદવિદ્યા મળે,” એમ લોભથી ગોવિંદ બ્રાહ્મણ સાધુ થયે ને સાધુ ધર્મની પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ લેભથી ય સાધુધર્મની પ્રવૃત્તિ કરાતી એને કેવા અમાપ ફળ માટે થાય છે ! એ જુઓ, સાધુ-જીવનમાં ગ્રહણ–આસેવન બંને પ્રકારની શિક્ષા લેતાં લેતાં, (1) પૃથ્વીકાય આદિ છ જવનિકાયનું ઝીણવટથી જ્ઞાન મળવા માંડયું... (2) અહિંસાદિ મહાવ્રતના પાલન માટે ઝીણામાં ઝીણા હિંસા જડ વગેરે પાપનું સ્વરૂપ, એ પણ કાયાથી કરવા નહિ, કરાવવા નહિ, અનુમોદવા નહિ તેમ એ પાપ મન-વચનથી ય કરવા-કરાવવા-અનુમેદવા નહિ, એમ 343 = 9 નવ 'કેટિએ એ પાપને ત્યાગ, એનું સ્વરૂપ જાણવા મળે છે. (3) સાધવાચારમાં ગેચરી-ભિક્ષા અંગેના ઝીણા ઝીણા ૪ર દોષ કેવા કેવા ત્યજવાના (4) વચન-શુદ્ધિ કેવી કેવી પાળવાની