________________ 234 કેવા મરથ છે? છે આમાં ક્યાંય સાધુ થઈ આત્માનું સુધારવાની વાત ? ના, અહીં તે માનાકાંક્ષાથી મહાન વાદ–વિજેતા બની દુનિયામાં કાતિનું કેટડું ચણવું છે. અભિમાનથી નામનાની યશકલગી પહેરવી છે. આવાને સાધુ-ધર્મ લઈ પાળેલ ફળે? લોભ, માનાકાંક્ષા અને અભિમાન એ મલિન ભાવ છે. મલિન ભાવથી ધર્મ લે, ને ધમ.. પ્રવૃત્તિ કરે, એનું કલ્યાણ થાય? પરંતુ અહીં વિદ. બ્રાહ્મણના પ્રસંગમાં જેજે કે કેવું સારું પરિણામ આવે છે !! આદ્રકુમાર વગેરે પર્ષદાની આગળ પુણ્યનંદન સૂરિજીને ગંભીર આશય: પુણ્યનંદન સૂરિજી મહારાજ આ જ બતાવી રહ્યા છે કે લજજાથી, ભયથી, કૌતુકથી, લેભથી કે અભિમાનથી. ધર્મ પ્રવૃત્તિ કરે તેને એનું અમાપ ફળ મળે છે.” આ. કહેવા પાછળ આચાર્ય મહારાજને એક જ આશય છે કે તમે ભરચક સાંસારિક પાપપ્રવૃત્તિઓ અને મેહની પ્રવૃત્તિએમાં પડેલા છે, તે એમાંથી બહાર નીકળી ધર્મપ્રવૃત્તિમાં આવે. જુઓ લજજા વગેરે કઈ કારણે પણ ધર્મ કરે છે એને એનું અમાપ ફળ મળે છે! તો તમે શુભ આશયથી ધર્મ કરશે તે તેનું તે તમને કેટલું બધું અથાગ ફળ મળશે ?" પહેલી વાત જ આ છે - પ્રવૃત્તિ સુધારે, પછી વૃત્તિ સુધરવી સરળ પડશે. ગોવિંદ વિપ્રની કુનેહ: ગોવિંદ બ્રાહ્મણ પહોંચે જૈનાચાર્ય પાસે નમસ્કાર કરી હાથ જોડી કહે છે, “મહારાજ! સંસારથી થાકેલે છે,