________________ 235 સંસારત્યાગ કરવો છે. આવ્યો છું આપની પાસે, યેગ્ય. લાગે તે મને સાધુ દીક્ષા આપે !" આચાર્ય મહારાજ એમ તે શાના એકદમ દીક્ષા આપી. દે? આચાર્ય મહારાજ એની પ્રશ્ન–પરીક્ષા કરે છે, એમાં. સાધુપણાનાં કષ્ટ બતાવી પૂછે છે - આવાં કટ તમારાથી શી રીતે સહન થશે?” બ્રાહ્મણ હોશિયાર છે ને? એ કહે છે “પ્રભુ! કટ તે. સંસારમાં ક્યાં ઓછા છે? ને અહીં શેડા ત્યાગ–તપનાં કષ્ટ સહન ન કરાય, તે પછી પરલોકમાં અધમગતિઓમાં કષ્ટ, કયાં ઓછા છે?” આચાર્યશ્રી કહે છે, “પણ અહીં તો ભૂલભાલ થાય. તો તે સાધુએ સહન નહિ કરે, તમને વારેવારે ટકશે.” આચાર્ય પછી અહિંસાદિ મહાવ્રતની સૂમતા બતાવી. એ પાળવાની કઠણાઈ બતાવે છે! ત્યારે બ્રાહ્મણ કહે - “આવું અદ્ભુત નિષ્પાપ જીવન જીવવા મળે એ તે મેક્ષને બહુ નિકટ કરી આપે. મારુ પરમ સૌભાગ્ય કે આવું સુંદર જીવન જીવવા મળે !" ગોવિંદ બ્રાહ્મણને નિર્ધાર છે કે ગમે તે રીતે આચાયને શિષ્ય થઈ જવું છે, પછી વાદવિદ્યા મેળવી લેવાનું તે મારું કામ છે. પછી તે એવા વિનયના પ્રકાર સાચવીશ કે આચાર્ય મહારાજ સામેથી મને વિદ્યાઓ આપશે” આ ગણતરી હોવાથી આચાયે જેટલા પ્રશ્ન કર્યા, એમાં એવા અનુકૂળ ઉત્તર આપ્યા કે આચાર્યને લાગ્યું કે “આ વ્યક્તિ દીક્ષા માટે યોગ્ય છે,” તેથી એને શુભ મુહૂર્તે સાધુ– દીક્ષા આપી.