________________ ર કષાયના સંકલેશ અનંત કાળના ચાલ્યા આવે છે. ત્યાં ઉપશમભાવ-સૌમ્યભાવ-મૈત્રીભાવને પાયે બીજા કયા જનમમાં નાખવાને? આ જે વિચાર આવે તે પહેલા નંબરમાં ઘરમાં શૂરા થવાનું માંડી વળાય, કેમકે ત્યાં ચોવીસે કલાકના અને જીવનભરના સંબંધ બંધાયેલા છે; તેથી ત્યા શૂરવીર થવાના દુરાગ્રહમાં જીવનભર અશાંતિ અને કષાયના સંકલેશ ચાલે; જ્યારે, બહારનાની સામે તે કયારેક પ્રસંગ આવે. વાસ્તવમાં આ જેવા જેવું છે કે, જીવને કેટલાની ગુલામી? કયાંય રેફ મારતાં જીવન માથે કેટલાની મહાગુલામી લખાયેલી છે? કર્મોની મહાગુલામી કેવી કે રેફમાં પિતે તો કદાચ કેઈન એક દાંત તોડવા જાય, પરંતુ કર્મ અકસ્માત્ કે રેગ લાવીને બત્રીસે દાંત તોડી નાખે છે! બાકી કર્મોની રોજની ગુલામી પારાવાર ભેગવાઈ રહી છે. બીજી ગુલામી શરીરની છે. શરીર રેજની કેટલી વેઠ કરાવે છે? બહુ સાચવવા છતાં અવસરે કેવું વાંકું થઈ બેસે છે? ત્રીજી ગુલામી આહારાદિ સંજ્ઞાઓની છે અને સંજ્ઞાની ગુલામી રાખી માણસ કોનું કેટલું ચાટું નથી કરતે? કેની કેની લાતો નથી ખાતે? બધું વેઠવાનું આહારની, વિષયની પરિગ્રહની અને આરામની ગુલામીના લીધેસ્તે. સૌમ્યતા કેમ આવે? :એમ સરકાર, કાયદા, અમલદાર, શેઠ, દલાલ, વગેરે