________________ 231 દુઃખદ અસર છે કે મુનિઓમાં પણ કયાંક એક ગુરુના શિષ્ય વચ્ચે જ ઊંચા-નીચી ચાલતી હોય છે. બહારના સાથે તે સારી સારી રાખશે, કેમકે ત્યાં જીભાજોડીથી શૂરા થવાનું પાલવે એવું નથી; કારણ સામેથી હડધૂત થવાને ભય છે. ઘરનાની સામે શૂરવીર થવામાં એ વાંધો દેખાતો નથી, એટલે ત્યાં જ જીભાજોડીથી શૂરવીર થવું હોય છે ! કલિ– કાળને આ શ્રાપ છે. પરંતુ ત્યાં વિચાર નથી કે જેમની સાથે તારે જિંદગી કાઢવી છે શું એમને પ્રેમ મેળવે-ટકાવ એમાં ડહાપણુ? કે એમને વિરોધઅણગમે વહેરે એમાં ડહાપણ? ચિત્તને શાંતિ ક્યાં રહે? ફટબી ઉપર આપણું વર્ચસ્વ-હુપદ સ્થાપવા જઈએ શું એમાં ચિત્તને શાંતિ રહે? કે એમના પર હેત– વાત્સલ્ય ઊભરાવવાનું જ કરીએ એમાં ચિત્તને શાંતિ રહે? આ તે વ્યવહારુ વાત થઈ. બાકી આત્માની દૃષ્ટિએ ઘરમાં જે શૂરવીરતા જ બતાવ્યા. કરવાની હોય, અને એ માટે જીભાજોડી જ કરવાની હોય, તે ચિત્ત કેટલું બધું કષાયના સંકલેશમાં રોજના માટે રહે? અને જીવનભર રહ્યા કરે ? તે શું આ મનુષ્ય જનમ જિંદગી સુધી કષાયના સંકલેશ કર્યા કરવા માટે જ છે? કે જીવનમાં ઉપશમભાવ મૈત્રીભાવ કમાઈ જવા માટે છે?