________________ 229 જે આમાં ય દષ્ટિ કયાં જઈ રહી છે - “મારા ભાવ ચક્ખા કરું, મારી આંતરિક વૃત્તિ સુધારું, એકલી એના પર દષ્ટિ નહિ, કિન્તુ ભાવ અને વૃત્તિને નિર્મળ કરનાર ભરચક ધર્મપ્રવૃત્તિ પર દષ્ટિ જઈ રહી છે, કેમકે મહારાજા કુમારપાળ અહીં પણ એ જ ભરચક ધર્મ પ્રવૃત્તિ જ કરી રહ્યા હતા, ને એના દ્વારા જ અંતરના ભાવ વધુ ને વધુ નિર્મળ કરી રહ્યા હતા, અંતરની વૃત્તિને જડ તરફથી હટાવી આત્મા તરફ વાળી રહ્યા હતા. એ બધું ભરચક ધર્મપ્રવૃત્તિથી.