________________ 228 ધર્મ પ્રવૃત્તિમાં આળસ ઉપેક્ષા પાપના રસથી આવે છે, ને એ તે ભાવની આડ બ્રેક છે, અવધક તત્વ છે. ભાવ સાર કરવા માટે સારી ધર્મપ્રવૃત્તિ ખૂબ જોઈએ એટલા જ માટે અહીં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ જે કહે છે “ભલે લજજાથી, કે ભયથી, ચા કૌતુકથી. પણ જે શુદ્ધ ધર્મને ભજે છે, એને અમાપ ફળ મળે છે.” એ કહીને આ જ સૂચવી રહ્યા છે કે “ધર્મપ્રવૃત્તિ ખૂબ કરે, એનું અમાપ ફળ છે.” 18 દેશના સમ્રાટ મહારાજા કુમારપાળ પરભવ માટે જે જિનધર્માધિવાસિતતા માગી રહ્યા છે એમાં આ જ માગી રહ્યા છે કે “જિનધર્મ થી દિલ અધિવાસિત એટલે કે એવું રંગાયેલું મળે કે જેથી જીવનમાં ધર્મ જ ધર્મ કરવાનું થયા કરે” કુમારપાળનું જીવન ધર્મપ્રવૃત્તિનું અતિશય મહત્ત્વ બતાવે છે, એટલે કે પાપની પ્રવૃત્તિ નહિ જેવી થઈને ધર્મની પ્રવૃત્તિ ખૂબ થતી રહે. એ સમજતા હતા કે દિલ જૈનધર્મથી. રંગાયેલું રહે એથી ધર્મ પ્રવૃત્તિ ખૂબ થયા કરવાની, એથી. એક દિવસ એ આવે કે પાપપ્રવૃત્તિ બિલકુલ બંધ, અને એકલી ધર્મપ્રવૃત્તિ ચાલે, એટલે કે સંસારત્યાગ અને સંયમગ્રહણનું જીવન બનાવી દેવાય, અને એમાં જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીય એ પાંચના આચાર અર્થાત્ ભરચક પંચાચારની પ્રવૃત્તિ ચાલે.