________________ 226 આંતરિક ભાવનું આંતરિક વૃત્તિનું પણ બહુ મૂલ્ય છે. એટલે જ પ્રવૃત્તિ પર ભાર આપતાં આપતાં લક્ષ ખેંચવાનું કે આ ધર્મ–પ્રવૃત્તિની સાથે, આ સત્ પ્રવૃત્તિની સાથે આંતરિક વૃત્તિ પણ ચેખી નિર્મળ પવિત્ર બનાવવાની. વીતરાગનાં જ દર્શન કરીએ અને આંતરિક વૃત્તિ એટલી ને એટલી કામ-ક્રોધ-લોભભરી, ને મેહ–મદમત્સર-માયાભરી રાખ્યા કરીએ, તે વીતરાગનું દર્શન આપણને વીતરાગ ક્યારે બનાવે ? વીતરાગ-દર્શન આપણે શા માટે કરીએ છીએ? એટલા માટે કે વીતરાગનું દર્શન કરતાં કરતાં અંતે વીતરાગ થવાય. શી રીતે ? વીતરાગ દર્શન વખતે આપણી નજર સામે વીતરાગનું જીવન આવે, અને એમાંથી વીતરાગ બનવાની પ્રેરણા મળે. વીતરાગ બનવા માટે એ પ્રભુએ કેવા કેવા તપ કરી, કેવા કેવા ત્યાગ કરી, કેવા કેવા વ્રત–નિયમ ને કેવી કેવી ધર્મ પ્રવૃત્તિ કરી, તથા કેવા કેવા પરીસહ-ઉપસર્ગ સહર્ષ વધાવી લઈ, વિષયેના રાગદ્વેષ ઓછા કરતા ગયા, એવા એમનાં જીવનની સાધનાઓની પ્રેરણા મળે. તેમજ રાગદ્વેષ ઘટાડતા આવવાની પ્રેરણા મળે એટલા માટે વીતરાગનાં દર્શન કરીએ છીએ. આમ આપણી આંતરિક વૃત્તિ નિર્મળ બનાવવાના કર્તવ્ય તરફ અને એના પુરુષાર્થ તરફ લક્ષ રહે, માટે વીતરાગનાં દર્શન કરવાના છે. આમ ભાવનું પણ મહત્ત્વ બતાવવાનું છે. કિન્તુ એ પણ ખાસ જેવા જેવું છે કે પહેલાં તો સામા જીવન દર્શન-પ્રવૃત્તિને પ્રિમ કેટલું છે? જેવા તપ કરી પ્રવૃત્તિ કરીને રાગ