________________ 225 કર્યાનું માને એટલે ધર્મથી અધિવાસિત થઈ ગયો ? ધર્મથી અધિવાસિતનાં શું આ લક્ષણ હોય કે પાપપ્રવૃત્તિઓ ભરચક ચાલે અને ધર્મપ્રવૃત્તિનું ઠેકાણું નહિ? “માત્ર મારે ભાવ ચોખા રાખવાના. અંતરથી બાહ્યમાં રસ નહિ રાખવાને,” “આવું મનને હેાય એટલે ધર્મથી અધિવાસિત, એવું લક્ષણ હોય? મહારાજા કુમારપાળે જ્યારે આ ભાવના કરી હશે ત્યારે શું સમજીને કરી હશે ? શું એમ સમજીને કે “મને ભલે નેકર તરીકે યા દરિદ્ર ગરીબ તરીકે જનમ મળે પરંતુ ત્યાં હું ધર્મવાસિત બન્યો રહું” અર્થાત્ “મને અંતરના ભાવ ચોખા મળે અંતરથી બાહ્યમાં કશે રસ ન રહે?” શું ધર્મવાસિતતામાં આવું જ મન પર હશે? યા “જૈન ધર્મથી દેવદર્શન-પૂજન–સામાયિક- પ્રતિકમણ - સાધુસેવા– વ્રતનિયમાદિની પ્રવૃત્તિઓમાં હું લાગ્યો રહું ?" એવું મન પર હશે? ધર્મથી અધિવાસિત બનું એટલે નજર સામે શું હોય ? આ વિચારવાનું એટલા માટે છે કે “ધમ બની, ધર્માત્મા બને, ધર્મ કરે,” એવા જ્ઞાનીના ઉપદેશમાં જ્ઞાની આપણે શું કરવાની અપેક્ષા રાખે? ખાલી ભાવ ચેખે રાખવાનું ને અંતરથી બાહ્યમાં રસ નહિ રાખવાનું ઈછે? કે ધર્મ-પ્રવૃત્તિ કરતા રહેવાનું છે? જે બને છે, તે બંનેમાં ય મુખ્ય શું છે? ભાવ? કે ધર્મ પ્રવૃત્તિ દેશના વ્યવહાર-પ્રધાન આપવી, એને અર્થ જ એ છે કે વ્યવહાર અર્થાત ધર્મ-પ્રવૃત્તિ પર જોર આપવું, ધર્મપ્રવૃત્તિ ખૂબ કરે,” એમ કહેવું. અલબત્ તેથી ભાવની યાને આંતરિક વૃત્તિની અગત્ય નથી એમ નહિ,