________________ 223 કેટલા? મંદિરમાં સાધારણ ખાતે દરેક વરસે સારી રકમ આપનારા કેટલા? શું આ બધા ઉપર ખૂબ જ મહત્વ આપી આ આજના લોકોને શીખવવા જેવું નથી? જ્ઞાનીઓ જ્યારે કહે છે કે લજા વગેરે કારણે ધર્મ-પ્રવૃત્તિ કરે એને અમાપ ફળ મળે છે, તે (1) એથી તમને તમારા જીવનમાં ધર્મ પ્રવૃત્તિની પ્રેરણા મળે છે? કે (2) મેક્ષ સિવાયના આશયથી ધર્મ કરાય એથી ભવના ફેરા વધે એવા ઉપદેશથી ધર્મપ્રવૃત્તિની પ્રેરણા મળે છે? આ બે જાતના ઉપદેશમાંથી કયા ઉપદેશે પાપ પ્રવૃત્તિ છેડી ધર્મ પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે છે? ધર્મ પ્રવૃત્તિનું આ રીતે મહત્ત્વ બતાવી આચાર્ય મહારાજને ઉદ્દેશ આ છે –કે “શ્રોતાઓ ખૂબ ખૂબ ધર્મ પ્રવૃત્તિ કરતા થાય.” આપણા જીવનમાં જ તપાસીએ તે દેખાશે કે ધર્મ-પ્રવૃત્તિ ખૂબ કરવામાં મન ક્યાં ઉત્સાહ-ઉછરંગ ધરાવે છે? ગણતરીની અને તે ય બહુ થોડી ધર્મપ્રવૃત્તિ કરીને છૂટકારાને દમ ખેંચે છે. આ સૂચવે છે કે હજી હૈયામાં આ પાયાના શુભ ભાવ શુભ ઉત્સાહ નથી કે “હું સાંસારિક જળજથામાંથી છૂટી ધર્મ કરતો રહુ.” ત્યાં “જે શુભ ભાવ નહિ હોય તે ધર્મ એ અધર્મ બનશે! સંસાર ભ્રમણ વધશે!” એમ જાણવા મળે તે શું આપણને ધર્મ-પ્રવૃત્તિને ઉત્સાહ વધશે? કે ઓસરી જશે? અસલમાં પુણ્યનંદનસૂરિજી મહારાજના ઉપદેશથી ધર્મને અદ્દભુત અવર્ણનીય મહિમા સમજ ધર્મ-પ્રવૃત્તિની ખૂબ માયા લગાડવા જેવી છે, અને એમાં ભરચક ઉદ્યમ રાખવા જેવો છે. મહારાજા કુમારપાળ 18 દેશના સમ્રાટ છતાં એમને ધર્મપ્રવૃત્તિનો રંગ કે? કુમારપાળ મહારાજા,