________________ 221 વિરાગીય નહિ થવાય. શુદ્ધ ભાવની ભ્રમણામાં અસત્ પ્રવૃ-- ત્તિઓ ધૂમ ચાલુ રાખીને ધૂમ મલિન ભાવ અને રાગદ્વેષના સંકલેશે પિષી, તથા એના સંસ્કારે સારી રીતે દઢ કરીને અહીંથી રવાના થશે! ત્યારે ખૂબ અને કડક ધર્મ–પ્રવૃત્તિએને મુખ્ય કરી એનું રાત ને દિવસ સેવન કરનાર ભાવ ચેખ કરતે કરતે સત્ પ્રવૃત્તિના બળ પર સાચા નિર્મળ ભાવ હૈયામાં કેળવતે જશે. પણ એવું એ ક્યારે કરે? એને ધર્મપ્રવૃત્તિનું ખૂબ મહત્વ સમજાય ત્યારે ને? દયાળુ ગુરુઓ એને એ મહત્ત્વ સમજાવે ત્યારે એ સમજીને કડક ધર્મ પ્રવૃત્તિ ખૂબ ખૂબ આચરતે જવાને. શુભ ભાવની મહત્તા કયારે સમજાવવી? : એક વાત છે, કે એવી કડક ધર્મ પ્રવૃત્તિઓ ખૂબ ખૂબ આચરતો હોય છતાં એમાં જે અહીંના પૈસા-માનપાનપ્રતિષ્ઠા કે સ્વર્ગના દેવતાઈ ભોગસુખોની જ એ આશંસાકામના રાખતો હોય, તે એને શુદ્ધ ભાવની મહત્તા સમજાવાય કે “જે મહાનુભાવ! આ કડક ધર્મ પ્રવૃત્તિઓ તું ખૂબ કરે છે એનાથી તે અલ્પકાળમાં તારા આત્માને આ ભીમ ભવસાગરથી વિસ્તાર થઈ જાય એવો છે. પરંતુ તે જે ધર્મપ્રવૃત્તિની સાથે દુન્યવી સુખની લાલસાના મલિન ભાવ રાખીશ, તો આ બાહ્ય પ્રવૃત્તિમાત્રથી તારે આત્મા ઊજળો નહિ થાય. માટે આ દુન્યવી સુખલાલસાના મલિન ભાવ છોડી દે. શા માલ છે દુન્યવી સુખમાં ? એ ક્ષણિક આનંદ દેખાડી તે દે, પણ પછી એને અવશ્યભાવી વિગ. થતાં ય મહાદુઃખ! અને એનાથી ઊભા કરેલા થોકબંધ પાપકર્મોના ગે દુર્ગતિઓમાં કલ્પના બહારના અને દીર્ધાતિદીર્ઘ કાળના દુઃખ પણ ભયંકર !