________________ 222 ધર્મપ્રવૃત્તિ વિનાનાને શુદ્ધ ભાવના ઉપદેશથી અનર્થ: આમ ધર્મપ્રવૃત્તિમાં ખૂબ લાગેલાને તે શુદ્ધ ભાવનું -મહત્ત્વ સમજાવાય; પરંતુ જ્યાં રોજિંદી ધર્મ પ્રવૃત્તિનું જ દેવાળુ હોય, ધર્મ પ્રવૃત્તિને રસ જ ન હોય, ખૂબ ધર્મ પ્રવૃત્તિના હૈયે કશા ઉમળકા જ ન હોય, એવાની આગળ શુભ ભાવના મહત્વનાં ગીત ગાવામાં આવે, અને શુદ્ધ ભાવ "વિનાની ધર્મપ્રવૃત્તિથી સંસાર–ભ્રમણ બતાવાય, તે એ તા. કયા જન્મારે ધર્મપ્રવૃત્તિ કરવા લાગવાને? એ તે ડરતે ' જ રહેવાને કે “હાય બાપ! હજી અમારા ભાવ ચોખા નથી, ને ધર્મ પ્રવૃત્તિ કરીએ અને એ જ આપણા મલિન - ભાવના ગે સંસાર વધારે તે? એના કરતાં તે ધર્મ. પ્રવૃત્તિ ન કરીએ તે જ સારું.” કેવી ભ્રમણા! વાત આ છે –ધર્મ પ્રવૃત્તિઓ ખૂબ ખૂબ કરનારે એના દ્વારા ભૂલેચૂકે મલિન ભાવે ન પિષે એ માટે એને ભાવનું મહત્ત્વ બતાવવું જોઈએ; ત્યારે ધર્મ–પ્રવૃત્તિના આળસુ અને પાપપ્રવૃત્તિઓ ધૂમ પ્રમાણમાં કરનારને તે ધર્મ-પ્રવૃત્તિનું જ મહત્વ બતાવવું જોઈએ. આચાર્ય પુણ્યનંદસૂરિજી મહારાજ આદ્રકુમારાદિ સભા આગળ આ કરી રહ્યા છે, જેથી છ એ ધર્મપ્રવૃત્તિ કરતા થાય, તે ભાવ ચેકખા થવાને અવસર મળે. ત્યારે આજે રસમય વ્યાખ્યાન સાંભ- ળવા આવનારા ઘણા, પણ એમાંથી ધર્મપ્રવૃત્તિઓ ખૂબ ખૂબ કરનારા કેટલા? અરે! કહે, ખૂબ ખૂબ કરવાની ક્યાં -માંડે છે? રોજિંદી શ્રાવક–ગ્ય બધી ધર્મકરણી કરનારા ક્યાં છે? રેજ બે ટાઈમ પ્રતિકમણ કેટલા કરે? ત્રિકાળ પૂજા કેટલા કરે? પર્વતિથિએ અવશ્ય પૌષધ કરનારા