________________ 220 સુખે ગુફામાં બેસીને ધ્યાન કરવાથી કાયાને રાગ મટે નહિ; એ તે કાયાને ખડખડી રાખી ધ્યાન ધર્યા હોય, પછી ભલે એમાં ટાંટિયા દુઃખે, કમર તૂટે, માથું ભમવા જેવું લાગે, તે પણ એ બધું આનંદથી સહી લઈને કાયાને કાઉસ્સગ્નમાં જ ખડી રાખવાનું કર્યું હોય, તે આ નિર્ધારિત કડક ધર્મપ્રવૃત્તિથી દેહાધ્યાસ યાને કાયાની મમતા–આસક્તિ ઘસાતી આવે. આટલા જ માટે તીર્થકર ભગવાન જેવાએ પણ આ જ કરવાનું રાખેલું. ધર્મપ્રવૃત્તિથી જ કર્યું હોય કાયાને કાઉસ એમ સુધા, પિપાસા, ટાઢ, તડકા, ડાંસ, માખી, મચ્છર, હલકા માણસેના ટોણાં–અપમાન–પ્રહાર વગેરે પરીસહ સહવાને ધર્મ સ્વેચ્છાથી આનંદપૂર્વક આચયે જવાનું રાખ્યું હોય, તે એ કષ્ટો પ્રત્યેના અંતરના ખેદ–– અરુચિના મલિન ભાવ મેળા પડતા આવે. પ્રભુએ આ ખૂબ રાખેલું. ના, આ કશી કષ્ટમય ધર્મપ્રવૃત્તિ કરવી નથી, ને અંતરના ભાવ ચેખા કરવા છે, શી રીતે ? મનમાની ભાવના કરીને કે હું આત્મા છું, મારાથી કાયા ભિન્ન છે, મારા ગુણો ક્ષમાદિ છે, કાયાની કિયાથી મારું કશું ભલું ન થાય. મારું તો શુદ્ધ આત્મ-ષ્ટિ વગેરે આત્માની કિયાથી - ભલું થાય.” તે શું બાહ્યની આરંભાદિ પાપપ્રવૃત્તિઓ, આહારાદિ ને કષાયેની સંજ્ઞાની પ્રવૃત્તિઓ, અને મેહમય કુટુંબ-પરિવાર–સંપર્કની પ્રવૃત્તિઓ ધૂમ ચાલુ રાખીને પેલી મનમાની આત્મ–દષ્ટિની ભાવના કરતાં કરતાં વીતરાગ થવાશે? અરે ! વિતરાગ થવાની વાત તો ક્યાંય દૂર છે, પણ સાચા