________________ 13. બાહ્ય ધર્મપ્રવૃત્તિ પર કેમ જોર? પ્ર–ભગવાન તો જાણતા હતા કે “પરમ શુદ્ધ ભાવવાળા વીતરાગ જે થવાય છે, તે તો બાહા કષ્ટમય ધર્મ પ્રવૃત્તિ પર નહિ, પરંતુ, અંતરના ભાવ શુદ્ધ શુદ્ધતર થવા ઉપર થવાય છે,” તો એ ભાવ શુદ્ધ કરવા પર જ જોર લગાવવું જોઈતું હતું, પણ ભગવાને તપ–કાયેત્સર્ગ–પરીસહસહન વગેરે બાહ્ય ધર્મ પ્રવૃત્તિ પર કેમ જોર લગાવ્યું ? ઉભગવાને બાહ્ય ધર્મ પ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર જોર એટલા માટે લગાવ્યું કે પ્રભુ જાણે છે કે અંતરના ભાવ. શુદ્ધ શુદ્ધતર થશે તે આ કડક અને ખૂબ ખૂબ ધર્મ પ્રવૃત્તિઓ કરવા પર થશે, અનાદિ કાળના પેઘેલા કાયામાયા પરના રાગ-આસક્તિ-મમતા વગેરે અશુદ્ધ મલિન ભાવો જે ઓછા થતા આવશે, તે આ કડક ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવાની રાખવાથી જ ઓછા થતા આવશે; પણ નહિ. કે સુંવાળી ધર્મપ્રવૃત્તિથી અને પ્રમાણમાં બહુ ઓછી ધર્મપ્રવૃત્તિથી, યા માત્ર માનેલા અંતરના ભાવથી. ધર્મ પ્રવૃત્તિની કેમ બહુ જરૂરી: દા.ત. કઠોર તપસ્યાઓ ન રાખી અને કાયમી રેજના આહાર-પાણે વાપરવાના રાખ્યા, તે આહારને ને રસને રાગ કાંઈ નામશેષ ન થાય; એ તો કઠોર તપ આદરતાં આદરતાં આહારને રાગ મરતે આવે, ઘસાતે આવે. એમ.