________________ '. ર૧૭ લખી શાસ્ત્રકારે એમનાં સુકૃત-સગુણેને ભારોભાર ગુણ ગાયા છે; ને આ સુકૃત-સગુણો પણ કેવા ? કે, આ મનુષ્યભવ પૂરે કરી એ મહાવિદેહ ક્ષેત્રમાં રાજકુળે જન્મી ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામવાના છે! આવા દુર્લભ પુણ્ય પુરુષ જીવન હારી ગયા કહેવાય? જરાય નહિ. છતાં વસ્તુપાલ પોતે શું ભાવના કરે છે? આ જ કે હાય! આ ઉત્તમ મનુષ્યભવ પામી, કરવા ગ્ય કાંઈ કર્યું નહિ, તેથી હું જનમ હારી ગયો " અહીં કરવા ગ્ય એટલે? શું ચારિત્રના અંતરના ભાવમાત્ર કરવા ગ્ય? કે ચારિત્ર ધર્મની શુભ પ્રવૃત્તિઓ પણ કરવા યોગ્ય? ધર્મને ખપી જીવની મુખ્ય દષ્ટિ ધર્મના ભાવ, અને ધર્મની પ્રવૃત્તિ, બેમાંથી શેના ઉપર હોય છે ? ધર્મ ખૂબ ખૂબ કરવા પર? કે માત્ર અંતરના ભાવ ચોખા કરવા પર ? કહો, ખૂબ ખૂબ ધર્મ કરવા પર. માટે તે મોટા તીર્થકર ભગવાન મહાવીર પ્રભુ જેવાએ ચારિત્ર લઈને રાગરહિતપણે રેજ ગોચરી પાણી, આરામથી જ્ઞાન– ધ્યાન–સ્વાધ્યાય, વિહાર વગેરે રાખી અંતરના ભાવ નિર્મળ કરવાનું કેમ ન કર્યું ? ઉલટું કઠોર તપસ્યા-ધમ, કષ્ટમય પરીસહ-સહનને ધર્મ, કડક અભિગ્રહ-ગ્રહણ ધર્મ, દિવસનો મેટો ભાગ અને આખી રાત ખડખડા કાત્સર્ગ-ધર્મ, ઉગ્ર વિહાર-ધર્મ, દુઃખદ ઉપસર્ગ–સહનને ધર્મ,..... વગેરે વગેરે કષ્ટમયે ધર્મપ્રવૃત્તિ ખૂબ ખૂબ કરવાનું કેમ રાખ્યું? કહે, ધર્મ પ્રવૃત્તિથી જ અંતરના ભાવ અધિક અધિક નિર્મળ થતા આવે છે માટે.