________________ 224 જુઓ, પલક માટે ધર્મભાવના કરે છે, તે કેવા ધર્મની ભાવના ધર્મ-પ્રવૃત્તિની? કે આત્મદષ્ટિ અને મેક્ષ-આશ. યને શુભ ભાવની? એ ભાવને કરે છે કે “પરભવે જૈન, ધર્મ ન મળતા હોય અને ચકવતીપણું મળતું હોય તે મારે એવું ચકવતીપણું નથી જોઈતું.” અહીં પૂછશે, પ્રતે આને અર્થ તો એ જ ને કે “ભલે ચકવતના સુખ મળતા હોય પરંતુ સાથે જૈન ધર્મ મળતો હોય તે એનાથી ભાવ સારા રહે એટલે પછી સંસારની પ્રવૃત્તિઓ અને સંસારના સુખ જીવને ડૂબાડે નહિ ?" ઉ –ના, આ અર્થ નહિ, કેમકે “જૈન ધર્મ મળતો હાય” એને અર્થ પછીના પાદમાં સ્પષ્ટ કર્યો છે, પછીનું પાદ આ છે કે સ્યાં ચેડહં દરિદ્રો વા જિનધર્માધિવાસિતઃ” અર્થાત્ પરભવે હું ભલે કોઈને નેકર થાઉં કે દરિદ્ર નિર્ધન થાઉં, પરંતુ જૈનધર્મથી અધિવાસિત મારું હૃદય હે,”– એમ ઈચ્છું છું.” કુમારપાળે પરભવે જૈનધર્મવાસિતતા માગી એટલે શું માગ્યું ?' આવું જૈન ધર્મથી જે અધિવાસિત થવાનું માગ્યું, એ શી રીતે અધિવાસિત થવાય? પાપ-પ્રવૃત્તિઓ ને સાંસારિક પ્રવૃત્તિઓ, જૈન ધર્મ નહિ પામેલાની માફક, ધુમધામ ચાલતી હોય, ધર્મ-પ્રવૃત્તિના ખાસ ઠેકાણાં હોય નહિ, માત્ર આપણે તેમને આશય છે એમ સમજી ભાવ આ