________________ : 26 - આ શાને ખેદ છે? પાપ-પ્રવૃત્તિઓમાં રાચ્ચા રહ્યા એને, અને વિરતિની ધર્મ–પ્રવૃત્તિઓ નહિ કર્યાને ખેદ છે. ભાવ સારે ન રાખ્યો અને મલિન રાખે, એને આ ખેદ નથી. જરા વિવેક કરવાની જરૂર છે. મેટા વસ્તુપાલ મહામંત્રી જેવા જુઓ, અંતે શે ખેદ કરે છે? એ ખેદ એ કરે છે કે “અરેરેરે ! મને વીતરાગ પરમાત્મા મળ્યા, વીતરાગ ધર્મ મળે, છતાં મેં ધર્મની આરાધના ન કરી! હું જન્મ હારી ગયે!” આમ ધર્મ-પ્રવૃત્તિ ન કરી એને ખેદ કરે છે, પરંતુ ‘હાય! મેં આત્મદષ્ટિ રાખી નહિ, હાય, મેં સારા ભાવ કેળવ્યા નહિ, એને ખેદ નથી કરતા. કેમ આવો ખેદ નથી કરતા? કારણ એ જ કે એ સમજે છે કે “જે ધર્મ પ્રવૃત્તિ ખૂબ કરાય, તે જ ભાવ સારા જાગવાના છે, પણ નહિ કે પાપપ્રવૃત્તિ ખૂબ ચાલતી રહે, અને ધર્મ પ્રવૃત્તિ નહિવત્ હોય એના પર ભાવ સારા જાગે;” કેમકે પાપપ્રવૃત્તિ ખૂબ એટલે સંસારસુખની પ્રવૃત્તિ ખૂબ ને એ સંસારસુખની પ્રવૃત્તિ ખૂબ ચાલે ત્યાં શું સારા ભાવ જાગવાના હતા? એ તે ત્યારે જ જાગે કે સુખની પ્રવૃત્તિમાંથી બહાર નીકળી નીકળી ધર્મ પ્રવૃત્તિ ખૂબ જ ખૂબ કરવામાં આવે. એટલે જ વસ્તુપાલ ખેદ આ કરે છે “આવી ઊંચી ચારિત્રની ભરચક ધર્મપ્રવૃત્તિઓ માટે એક જ ગ્ય ભવ માનવભવ; તેમાં હું આવવા છતાં એવી ચારિત્રધર્મ વગેરેની ખૂબ ખૂબ ધર્મપ્રવૃત્તિઓ ન કરી ? હાય ! હું હારી ગયે!” જ્ઞાની મહાપુરુષની દૃષ્ટિએ વસ્તુપાલ જીવન હારી નથી ગયા, માટે તે “સંઘપતિ ચરિત્ર'.... વગેરે એમનાં ચરિત્ર