________________ 214 ધર્મપ્રવૃત્તિઓ ભરચક કરતાં કરતાં યેગ્યતા પાકે છે, અને શુભ ભાવ આવે છે, અંતરમાં સાચે મેક્ષને આશય. મોક્ષની સાચી ઝંખના ઊભી થાય છે, અને એજ ધર્મપ્રવૃત્તિઓ આગળ ચલાવ્યે જતાં યોગ્યતા. વિકસવા માંડે છે, શુભ ભાવ પુષ્ટ થતા જાય છે.” આ હિસાબે જોઈએ તે જેમનામાં હજી ધર્મ-પ્રવૃત્તિઓનાં ઠેકાણાં નથી, અને સાંસારિક ધૂમ પ્રવૃત્તિઓ રાચીમાચીને થઈ રહી હોય છે, એમને જે આપણે કહીએ કે તમારા ભાવ ચોખા છે? તમને આત્માની દૃષ્ટિ છે?મેક્ષને. આશય છે? જે નથી તે તમારા ભાવ મલિન છે, અને પુગલની દૃષ્ટિ છે. એથી દેવદર્શન પણ કરશે તો એ ભવના. ફેરા વધારશે, તે આ સાંભળીને સાંભળનારા શું ધર્મ પ્રવૃત્તિઓ. કરવા માંડશે? કે ઉલટું એમ માનશે કે “આ બીજાઓને હજી હૈયામાં શુદ્ધ ભાવ નથી, ને આત્માની સાચી દષ્ટિ નથી, ને ધર્મપ્રવૃત્તિઓ કરે છે, તેથી તે એ બિચારા ભવના ફેરા. વધારી રહ્યા છે! એમના કરતાં આપણે સારા, કે બહુ ધર્મપ્રવૃત્તિ કરતા નથી ને ભવના ફેરા વધારતા નથી.” આવું જ માને ને? આવું માનનારે કયાં જઈ રહ્યો છે? સંસારની ધૂમ પાપ પ્રવૃત્તિઓ કરવાથી ભવના ફેરા વધે એવું નહિ, પણ અંતરના શુદ્ધ ભાવ વિના ધર્મ–પ્રવૃત્તિઓ કરીએ એનાથી ભવના ફેરા વધે.”—એવી બ્રાન્ત તારવણ પર એ જઈ રહ્યો છે! આ તારવણી સાચી છે? સંસારમાં લક્ષ્મી અને વિષયની તથા અર્થ અને કામની ગમે તેટલી બેફામ પાપપ્રવૃત્તિઓ કરે એનાથી ભડકવાની જરૂર નથી? ભડકવાનું છે