________________ - 13 - પ્રો– એના પ્રસંગમાં એની ચગ્યતાની મહત્તા છે. ચોગ્યતા હતી એટલે જ મંત્રીશ્વરની વંદના લેવા પર ઉત્તમ વિચારણ આવી ને? ઉ૦- પણ એ જુઓ કે મૂળમાં યોગ્યતા તે બેકી જ હતી, પરંતુ આ સાધુવેશ હાથમાં ન આવ્યા હતા અને મંત્રીશ્વરની વંદના તથા ઉત્તમ ભાવના સાંભળવા ન મળી હોત, તે ખાલી ગ્યતા શું કામ કરી શકતે? ઉપાદાનની ગ્યતાની જેમ નિમિત્ત-કારણની મહત્તા અવગણવા જેવી નથી. નિમિત્ત-કારણની મહત્તા પર શાસન સ્થાપના : ઉપાદાનની એગ્યતાની જેમ નિમિત્તભૂત ધર્મ-પ્રવૃત્તિની ભારે મહત્તા છે. તેથી તે પરમ દયાળુ તીર્થકર ભગવાન શાસન રાખે છે, શાસનમાં સાધુજીવન અને શ્રાવકજીવનના ભરચક આચાર અને અનુષ્કાને ફરમાવે છે. એકલી ઉપાદાનની ગ્યતા એટલે કે શુભ ભાવની ગ્યતા પર જ તરવાનું હોય, તે ધર્મના આચાર–અનુષ્ઠાનેનું શું મહત્ત્વ? મહત્ત્વ જ ન રહે; અને એનું મહત્ત્વ ન હોય, તે ભગવાન એ આચાર–અનુષ્ઠાને ઉપદેશ પણ શું કામ કરે? “સમ્યદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મેક્ષમાર્ગ” કહ્યા પછી જ્ઞાનાચાર દર્શનાચાર વગેરે પંચાચાર પાળવાના કહ્યા, એમાં સંસાર– પ્રવૃત્તિ મૂકી ધર્મપ્રવૃત્તિ ભરચક કરવાનું કહ્યું. કેમ કહ્યું? શું ભગવાન ભાવનું આશયનું મહત્ત્વ નહાતા સમજતા ? સમજતા હતા, પણ ભગવાન જુએ છે કે,