________________ 212 મંત્રીશ્વરે મને જે સમજથી વંદન કર્યું, હવે એને વિશ્વાસઘાત કેમ કરાય? ત્યારે સાધુપણું કેટલું બધું ઊંચું, ઉત્તમ, અને મહાફળદાયી હશે કે સાધુને મંત્રીશ્વર વંદના કરે અને ઝંખના વ્યક્ત કરે કે અહીં તે હું સાધુપણું લીધા વિના. હારી ગયે, પણ ભવાંતરે મને કેમ જલ્દી સાધુપણું મળે !" આવા ઊંચા સાધુપણાના વેશને ગમે તે આશયથી પામ્યા. પછી હવે મારૂં એ જીવનભર પકડી જ રાખવાને, અને એમાં બબ્બે ઉપવાસના પારણે બબ્બે ઉપવાસની તપસ્યા. કરી સાધુપણાને સફર કરવાનું.” આમ વિચાર કરીને અમલદારને કહે છે, હવે આ સાધુવેશ ન મૂકાય. જે સાધુવેશથી મંત્રીશ્વર જેવાનું વંદન લીધું, પ્રશંસા લીધી, અને જે સાધુવેશ પર મંત્રીશ્વર મને કહે “તમે તરી ગયા, અને હું હભાગી રહી ગયો !" એવા મહા પવિત્ર આ સાધુવેશને ભવાઈને વિષય ન બનાવાય. એમાં તે હું નરાધમ ઠ.. એટલે હવે તે આ સાધુવેશ લીધે તે લીધે, જિંદગીભર માટે એ મૂક્વાને નથી. જિંદગીભર માટે સાધુપણું પાળવાને મારે સંકલ્પ છે, અને એમાં જીવનભર માટે બબ્બે ઉપવાસના. પારણે બબ્બે ઉપવાસ કરવાને પણ મારે સંકલ્પ છે.” બસ, કહેવાની જરૂર નથી, એજ સાધુવેશમાં ગુરુ પકડ્યા, વિધિસર સાધુ-ધર્મ લીધે, છઠ્ઠ–છઠ્ઠની તપસ્યા. જિંદગીભર ચાલુ રાખી, અને એ તરી ગયો! આ મહાન ફળ ક્યારે આવ્યું ? ગમે તે લેભથી સાધુવેશ લીધે ત્યારે ને? અહીં પ્રશ્ન થાય -